ETV Bharat / state

Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

author img

By

Published : Feb 23, 2023, 3:55 PM IST

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી કરવામાં આવી છે. છેલ્લાં 500 વર્ષથી આ અજરખ કળા કચ્છમાં થઈ રહી છે.

Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી
Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

કચ્છ: એટલે કે વૈશ્વિક સ્તરે ઝળકેલી કળાઓના કારીગરોની ભૂમિ.અનેક વર્ષો જૂની કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળાનાં કારીગરોની આવકમાં પણ વધારો થયો છે. પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી છે. માટે કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી છે.

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા
કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા

વૈશ્વિક સ્તરે ઓળખ: કચ્છ જિલ્લામાં વર્ષોથી અજરખની કલાનો દબદબો હતો. પરંતુ ત્યાર બાદ આધુનિકીકરણ આવતા દેશની પરંપરાગત કલાઓ લુપ્ત થવા લાગી હતી. આ અદભૂત કલાને જાણનાર અને આ કલા માટે પોતાના પ્રયત્નો થકી કારીગરોએ મહેનતથી આ કલાને વૈશ્વિક સ્તરે ઓળખ આપી છે. છેલ્લાં 500 વર્ષથી આ અજરખ કળા કચ્છમાં થઈ રહી છે. વર્ષ 1634માં કચ્છના રાજા ભરમાલજી પહેલાના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કારીગર કચ્છ આવી વસ્યા હતા.રાજા રાવ ભરમાલજી ક્રાફટ કલાને કચ્છની અવનવી હસ્તકલાઓમાં ખુબ જ રસ હતો અને તેમને અજરખ કલા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં આશરો આપ્યો હતો.

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા
કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા

આ પણ વાંચો Harappan Civilization: હડપ્પન સભ્યતાના ઉદ્ભવ વિશે આ વર્ષે મળશે જાણકારી, કેરળ-કચ્છ યુનિવર્સિટી કરશે ઉત્ખનન

કાર્યવાહી કરી શકાશે: અજરખ પ્રિન્ટ કપડાંની કિંમત આમ તો કળા મુજબ હોય છે અને મોંઘુ પણ હોય છે. પરંતુ તેની માંગ ઓનલાઇન માર્કેટમાં પણ ખૂબ વધી રહી છે. ત્યારે ભાવને નિયંત્રણમાં રાખવા મોટાભાગે ઓનલાઇન સસ્તી કિંમતના નકલી માલ જ વેચાતો હોય છે. માટે અજરખપુરના કારીગરોની સંસ્થા અજરખપુર હસ્તકળા વિકાસ સંગઠન દ્વારા GI ટેગ એટલે કે જીયોગ્રાફિક આઇડેન્ટિટી ટેગ મેળવવા અરજી કરી છે. આ ટેગ થકી બજારમાં મળતી અજરખની નકલ પર કાબૂ મેળવી શકાશે તેવું કારીગરો માને છે. જો અજરખ કળાને આ GI ટેગ મળી જાય તો ભવિષ્યમાં અજરખની નકલ બનાવતા લોકો વિરુદ્ધ આ સંસ્થા કાયદેસરની કાર્યવાહી કરી શકશે-- નાસીર ખત્રી (અજરખના કારીગર)

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા
કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા

દેશવિદેશમાં આગવું સ્થાન: અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંઘથી આવેલી છે. કચ્છના ધમડકા ખાતે આવીને નેચરલ ડાઈનું કામ કર્યા બાદ અહીંના ખત્રી પરિવારોએ ભુજ ભચાઉ માર્ગ પર અજરખપુર ગામ વસાવ્યું હતું. શાકભાજી, માટી અને પથ્થરોમાંથી પ્રાકૃતિક રંગો બનાવી લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઇન બનાવી અજરખના કારીગરોએ આજે દેશવિદેશમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. અજરખ કલામાં કાપડની બંને બાજુ એ પ્રિન્ટ કરવામાં આવે છે.

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા
કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા

આ પણ વાંચો Kutch University : મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી મેનેજમેન્ટનું જ્ઞાન, કચ્છ યુનિવર્સિટીમાં જોવા મળ્યો અનોખો પાઠ

ટેગ મેળવવા અરજી: બે મહિના પહેલા જીયોગ્રાફિક આઇડેન્ટિટી ટેગ મેળવવા અરજી કરી છે.પેપરવર્ક પૂર્ણ થશે અને આશા છે કે અમારી કળાને GI ટેગ મળશે.આ કળા અનેક વર્ષો જૂની છે. એક જીયોગ્રાફિક આઇડેન્ટિટી હોય છે કે આ કળા મુખ્યત્વે અહીંની છે. અહીં જ એનું અસલી ઉત્પાદન થતું હોય છે.બજારમાં જે નકલી માલ વહેંચાય છે તેને રોકવા માટે GI ટેગ ઉપયોગી સાબિત થશે--ડૉ. ઇસ્માઇલ ખત્રી(કારીગર)

કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા
કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળા

ઓળખ આપવા અરજી: અજરખ કળા કરતા કારીગરોની આવકમાં વધારો તો થયો છે. સાથે સાથે તેમને બજારમાં મળતી નકલને લીધે કારીગરોને નુકસાની પણ થઈ રહી છે. અજરખ બ્લોક પ્રિન્ટની માંગ તો વધી રહી છે. પરંતુ સાથે જ બ્લોક પ્રિન્ટની નકલ પણ બજારોમાં વધી રહી છે. માટે આ કારણોસર અજરખ પ્રિન્ટને પોતાની આગવી ઓળખ આપવા અને નકલી માલથી ગ્રાહકોને બચાવવા અજરખના કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા માટે અરજી કરી છે.

નકલો વધતી ગઈ: શરૂઆતના સમયમાં જ્યારે અજરખ બ્લોક પ્રિન્ટ શરૂ થઈ ત્યારે તેમાંથી માલધારી સમાજ પોતાના લોકો માટે લૂંગી બનાવતા હતા. મહિલાઓ પોતાના માટે ઓઢણી બનાવતી હતી. જેમ જેમ સમય વિતતો ગયો અજરખ પ્રિન્ટ વિશ્વ સ્તરે ચમકતી ગઈ. લૂંગી અને ઓઢણીથી વધીને આજે ડ્રેસ, સાડી, શર્ટ સહિત જેન્ટ્સ કપડાં પણ કારીગરો બનાવે છે. જેમ જેમ અજરખની માંગ વધતી ગઈ તેમ તેમ કચ્છની આ અજરખ કળાની નકલ પણ બનવાની શરૂ થઈ ગઈ છે. કચ્છ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કારીગરો રાસાયણિક રંગો અને મશીન પ્રિન્ટ વડે ડુપ્લીકેટ બ્લોક પ્રિન્ટ કારીગરી વેચે છે. ખાસ કરીને ફેશન ડિઝાઇનર, જથ્થાબંધ કાપડના વેપારીઓ પણ આ કળાની નકલ કરતા થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.