ગુજરાત

gujarat

Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળની રેલી યોજાઇ

By

Published : Jun 1, 2023, 5:08 PM IST

વલસાડની સરસ્વતી સ્કૂલમાં બજરંગ દળનો રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેના સમાપનમાં પ્રવીણ તોગડીયાએ હાજરી આપી હતી. તેમણે લવ જેહાદ અને હિંદુ દીકરીઓની હત્યાના કિસ્સા વધી રહ્યા છે તે જોતાં ચિંતા વ્યક્ત કરી સરકાર એન્ટી લવ જેહાદ કાયદો લાવે એવી આશા વ્યક્ત કરી હતી.

Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળ રેલી યોજાઇ
Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળ રેલી યોજાઇ

બજરંગ દળ રેલી

વલસાડ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનું આયોજન વલસાડની સરસ્વતી સ્ફુલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા વિભાગ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના અંતિમ દિવને એક રેલીનું આયોજન થયું હતું. આ રેલી સમગ્ર વલસાડ શહેરમાં ફરી હતી. આ પ્રસંગે પ્રવીણ તોગડીયાએ હાજરી આપી હતી અને હિન્દુત્વ ટકાવી રાખવા હિન્દુઓએ સંગઠિત થવું પડશે તેવી હાકલ કરી હતી.

દિલ્હીમાં હાલમાં જ બહુ ચર્ચિત બનેલ શ્રદ્ધા હત્યા કેસ બન્યો છે. જે રીતે હિન્દુ બહેન દીકરીઓને વિધર્મી યુવકો પ્રેમજાળમાં ફસાવી હત્યાને અંજામ આપી રહ્યા છે તે જોતાં દેશમાં હિન્દુ બહેન દીકરી સુરક્ષિત રહી નથી. સરકારે સમગ્ર બાબતે એન્ટી જેહાદ કાયદો અમલમાં લાવવો જોઈએ. તેમજ હિંદુઓએ સંગઠિીત થવાની ખૂબ જરૂર છે...પ્રવીણ તોગડીયા (આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ)

લવ જેહાદની ફિલ્મ અંગે નિવેદન : બહુચર્ચિત રહેલી અને લવ જેહાદ જેવી વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિશે બોલતાં તેમણે જણાવ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ, દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે એવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. તેમણે કહ્યું કે એન્ટી લવ જેહાદ જેવી કાયદો સરકારે ઘડવો જોઈએ તેમજ મુસલમાનોની જનસંખ્યા નિયંત્રણ અંગે પણ કાયદો બનાવવો જોઇએ.

મહિલાઓને સુરક્ષાની ટ્રેનિંગ : પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે જે રીતે બહેન દીકરીના હત્યાના બનાવો બની રહ્યા છે એ જોતાં અમે નક્કી કર્યું છે કે દરેક ઘરો સ્કૂલો કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓને સુરક્ષા અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી તેઓ સ્વરક્ષણ અને અન્યની પણ રક્ષા કરી શકે.

બાગેશ્વર ધામના કાર્યક્રમ અંગે નિવેદન: પ્રવીણ તોગડીયાએ હાલમાં ગુજરાતમાં શહેરોમાં યોજાઇ રહેલા બાગેશ્વર ધામના કાર્યક્રમ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે જેમણે આયોજન કર્યું હતું તેઓ કાર્યક્રમની ચિંતા કર્યા વિના હિન્દુ બહેન દીકરીઓની ચિંતા કરો. જેથી દિલ્હીમાં બનેલી શ્રદ્ધા અને સાક્ષી જેવી દીકરીની હત્યા જેવા કિસ્સા ન બને. એક પણ બહેન દીકરી લવ જેહાદનો શિકાર ન બને એજ પ્રવીણ તોગડીયાનું હિન્દુ રાષ્ટ્ર છે.

  1. Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ
  2. Love jihad: લવ જેહાદ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું-પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે
  3. લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ

ABOUT THE AUTHOR

...view details