ETV Bharat / state

Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ

author img

By

Published : May 30, 2023, 7:38 PM IST

Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ
Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ

વડોદરા શહેરમાં કોમી તંગદિલી ફેલાય તેવો કાંકરીચાળો દેખા દઇ રહ્યો છે. શહેરના તુલસીવાડી,હાથીખાના અને નાગરવાડા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ યુવતીઓને લઇને કેટલાક હોર્ડિંગ્ઝ જોવા મળી રહ્યાં છે. જેમાં લવ જેહાદ vs લવ ટ્રેપ : જીમ્મેદાર કોન? સહિતના વિવાદી વિધાન જોવા મળી રહ્યાં છે.

વિવાદી વિધાનોથી તર્કવિતર્ક

વડોદરા : તાજેતરમાં લવ જેહાદના વિષય પર બનેલી ફિલ્મ આવ્યાં બાદ મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની લાગણી તીવ્ર બની છે ત્યારે વડોદરા શહેરમાં કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં લવ જેહાદ vs લવ ટ્રેપ : જીમ્મેદાર કોન? માટે જવાબદાર કોણ એવા લખાણ ધરાવતાં હોર્ડિંગ્ઝ દેખવા મળ્યાં છે. આ હોર્ડિંગ્ઝમાં મુસ્લિમ યુવતીઓને લવ ટ્રેપથી દૂર રહેવાની સૂચનાઓ અપાયેલી જોવા મળી રહી છે.

ક્યાં જોવા મળ્યાં પોસ્ટર : લવ જેહાદ vs લવ ટ્રેપ જીમ્મેદાર કોન? અંગેના પોસ્ટરો વડોદરાના તુલસીવાડી,હાથીખાના અને નાગરવાડા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં લાગ્યા છે. સંસ્કારીનગરીમાં ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર લાગતા શહેરના વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં મુસ્લિમ યુવતીઓને ‘લવ ટ્રેપ’થી દૂર રહેવાની સૂચના આપતાં વિવાદાસ્પદ હોર્ડિંગ લાગતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના તુલસીવાડી વિસ્તાર બાદ હવે નાગરવાળા અને હાથીખાના વિસ્તારમાં આવા પોસ્ટરો લાગ્યાં છે.

મુસ્લિમ યુવતીઓને સૂચના : આ હોર્ડિંગ્ઝમાં મુસ્લિમ વાલીઓ દ્વારા મોબાઈલ દિયા ‘દિન’ નહિ દિયા (ધાર્મિક શિક્ષણ) એવું લખી દિન સે દૂરી હૈ ઇસ લીયે હમારી બેટિયા ‘મૂર્તદ’ (ઇસ્લામ છોડી વિધર્મી) થઈ રહી છે. આવા વિવાદાસ્પદ લખાણને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. તો લોકોમાં આ બાબતને લઈ અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે.

સામો પડકાર ફેંકાયો?: આ કિસ્સામાં હાલમાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મની લોકપ્રિયતાની સામે કેટલાક લોકો દ્વારા આવાં પોસ્ટર મૂકી સામો પડકાર ફેંકાયો હોવાનું મનાય છે. દેશનાં જુદાં જુદાં શહેરોમાં હિન્દુ-મુસ્લિમ દંપતિ પર હુમલાના બનાવો વધ્યા છે. ત્યારે વડોદરામાં પણ આવાં હોર્ડિંગ લાગ્યા બાદ વાતાવરણ વધુ ડહોળાય તેવું હિન્દુ સંગઠનોનું માનવું છે. આવા પોસ્ટર તુલસીવાડી વિસ્તારમાં લાગ્યા હતા અને વિવાદને લઈ પોસ્ટર દૂર કરવામાં આવ્યું હતું.

હોર્ડિંગ્ઝ મામલે તંત્ર અજાણ : શહેરમાં લાગેલા પોસ્ટર પર તે લગાવનારી કોઈ સંસ્થા કે કોઈ સંગઠનનું નામ નથી જોવા મળી રહ્યું, પરંતુ એનું લખાણ જોઈ કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો હોવાનું મનાઈ રહ્યું છે. આવા હોલ્ડિંગ લગાવવા પાછળનું કારણ શું છે અને કોણે લગાવ્યા છે, તે અંગે હાલ જાણી શકાયું નથી. આ અંગે પોલીસ તંત્ર કે પાલિકા તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે.

અનેક સવાલો : તુલસીવાડી વિસ્તારમાં લગાવવામાં આવેલ પોસ્ટર હટાવ્યા બાદ શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં નજરે પડતા આવનાર દિવસમાં આ મામલે હવે જોવાનું રહ્યું કે પાલિકા કે પોલોસ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાય છે કે કેમ? કોઈ સંગઠન મેદાનમાં આવે છે કે કેમ? જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

હોર્ડિંગ્ઝમાં શું લખાયું : કેટલાક વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ્ઝમાં શરૂઆતમાં જિમ્મેદાર કોણ? બાદમાં વાલીદૈન કી લાપરવાહી સે બેટીયા ખો રહી હૈ અપના ઈમાન, અબ્બુ અમ્મી મોબાઈલ દિયા પર દીન નહિ દિયા, બેટી બહેન લવ ટ્રેપ, દિન સે દૂરી હૈ ઇસ લીયે હમારી બેટિયાં મૂર્તદ (ઇસ્લામ છોડી વિધર્મી) હો રહી હૈ, મા બાપ ભાઈ ખુદ જિમ્મેદાર હૈ કભી ધ્યાન દિયા હી નહિ, કયા કરતી હૈ બહન બેટી મોબાઈલ મેં? આવું લખાણ લખી મુસ્લિમ યુવતીઓને લવ ટ્રેપથી બચવા અને મોબાઈલથી દૂર રહેવા માટે સૂચવવામાં આવ્યું છે.

  1. Baba Bageshwar in Gujarat: 'સુરતના પાગલો' મારા નામે કોઈને દાન ન આપતા, દીકરીઓ લવ જેહાદથી ચેતે
  2. Love jihad: લવ જેહાદ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું-પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે
  3. Up love jihad case: એક મિસ્ડ કોલથી યુવતી બની લવ જેહાદનો શિકાર, પીડિતા ન્યાય માટે કોર્ટ પહોંચી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.