ગુજરાત

gujarat

વિજબીલ ઘટાડવા વાપીમાં 90 KV નો રાજ્યનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપાયો

By

Published : Aug 17, 2021, 10:01 AM IST

વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (water treatment plant)નું વિજબીલ ઘટાડવા GUDC અને રાજ્ય સરકારે રાજ્યનો પ્રથમ ગ્રીન એનર્જી આધારિત સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કર્યો છે. 90 KV/કિલોવોટ વીજળી ઉત્પન્ન કરતા આ પ્લાન્ટમાં દેશનું પ્રથમ 16 KV નું સોલાર ટ્રી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ગાંધીનગરની PDEUના 4 વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે. વાપીમાં અટલ બિહારી વાજપેયી જળઉદ્યાન ઉપરાંત અન્ય 2 સ્થળોએ પણ આવો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાનો GUDC અને વાપી નગરપાલિકાનો નિર્ધાર છે.

વિજબીલ ઘટાડવા વાપીમાં 90 KV નો રાજ્યનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપાયો
વિજબીલ ઘટાડવા વાપીમાં 90 KV નો રાજ્યનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપાયો

  • વાપીમાં WTP નું વિજબીલ ઘટાડવા પ્રથમ સોલાર પ્લાન્ટ તૈયાર કરાયો
  • GUDC અને ગુજરાત સરકારનો પ્રથમ પ્રોજેકટ
  • રાજ્યમાં અને દેશમાં વાપી પ્રથમ નગરપાલિકા બની
  • દેશમાં 16 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરતું પ્રથમ સોલાર ટ્રી તૈયાર કર્યું
  • 10 લાખ રૂપિયા સુધીની વિજબીલની થશે બચત

વલસાડ: વાપી નગરપાલિકા વિસ્તારમાં ભારતરત્ન અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે GUDC અને ગુજરાત સરકારે રાજ્યની નગરપાલિકાઓના (WTP) અને (STP) ના વિજબીલને ઘટાડવા ગ્રીન એનર્જી આધારિત પ્રથમ સોલાર પ્લાન્ટ તૈયાર કર્યો છે. જમાં 90 KV ના પ્લાન્ટ થકી વાપી નગરપાલિકામાં વોટર સપ્લાયની વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની વિજબીલની બચત થશે. સાથે જ વાપીમાં પ્રથમ 16 KV વીજળી જનરેટ કરતો સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

4 સોલાર ટ્રી અને 2 રુફ શેડ તૈયાર કરવામાં આવ્યાં

વાપીમાં વોટર સપ્લાય પ્લાન્ટનું વીજ બીલનું ભારણ ઘટાડવા સૌરઉર્જા આધારિત 4 સોલાર ટ્રી અને 2 રુફ શેડ તૈયાર કરવામાં આવ્યાં છે. GUDC દ્વારા તૈયાર કરેલા આ 90 કિલોવોટનો સોલાર પ્લાન્ટ છે. જે અંગે વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ વિગતો આપી હતી કે, વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે તૈયાર કરવામાં આવેલા આ સોલાર પ્લાન્ટથી નગરપાલિકાનું વોટર સપ્લાયનું વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીનું વીજ બીલનું ભારણ ઘટશે.

વાપીમાં વિજબીલનું ભારણ ઘટાડવા 90 KV નો રાજ્યનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપ્યો

10 લાખ રૂપિયાનું વાર્ષિક ભારણ ઘટશે

વાપીમાં અટલ બિહારી વાજપેયી જળઉદ્યાન ખાતે WTP માટે તેમજ નામધા STP ખાતે અને ટાંકી ફળિયામાં આવેલી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ એમ ત્રણ સ્થળો પર આવા સોલાર પ્લાન્ટ ઉભા કરવાનું આયોજન GUDC, રાજ્યસરકાર અને વાપી નગરપાલિકાનું દ્વારા કકરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીમાં હાલ રાજ્યનો ગ્રીન એનર્જી આધારિત આ પ્રથમ પ્રોજેકટ તૈયાર થયો છે.

આ પણ વાંચો:વાપી નગરપાલિકા 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવશે

પ્રથમ પ્લાન્ટથી 90 KV વીજળી ઉત્પન્ન કરશે

આ સમગ્ર પ્રોજેક્ટ અંગે GUDC ના હાર્દિક શાહે ટેલિફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યની તમામ નગરપાલિકાઓમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું વિજભારણ ઘટાડવા GUDC અને ગુજરાત રાજ્ય સરકારની આ મહત્વની પહેલ છે. જે અંતર્ગત વાપીમાં રાજ્યનો પ્રથમ 90 કિલોવોટનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વાપીમાં આવા કુલ 3 પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

વિશ્વનો પ્રથમ 16 KV નો ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો

ગુજરાતે દ્રષ્ટિએ દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે, જેની 40 જેટલી નગરપાલિકામાં WTP અને STP નું સંચાલન ગ્રીન એનર્જી આધારિત કરવામાં આવશે. હાલ વાપીમાં પ્રથમ પ્લાન્ટ તૈયાર થયો છે. અન્ય 8 નગરપાલિકામાં પ્લાન્ટ પૂર્ણતાને આરે છે. તો, પાવર પ્લાન્ટની ખાસિયત અંગે હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે, વાપીના સોલાર પાવર પ્લાન્ટમાં વિશ્વનો 16 KV નો પ્રથમ સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો છે. દેશમાં અને વિશ્વમાં અત્યાર સુધી 11 KV ના જ ટ્રી પ્લાન્ટ તૈયાર કરવામાં આવતા હતાં, ત્યારે વાપીમાં ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના 4 વિદ્યાર્થીઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઈંડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ કંપની ઉભી કરી 16 કિલોવોટનો ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો:કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી આ યુવા ખેડૂત કરી રહ્યો છે અધધ કમાણી...!

2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવવામાં આવશે.

વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે 16 કિલોવોટ, 10 કિલોવોટ, 9 કિલોવોટ સુધીના 4 સોલાર ટ્રી પ્લાન્ટ તેમજ એક રુફ શેડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે 1 રુફ શેડ નજીકમાં આવેલા વાપી નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. દેશ અને દુનિયામાં હાલ કુદરતી સ્ત્રોત એવા સૌર ઊર્જાને નાથવાની હરીફાઈ શરૂ થઈ છે. ઇલેક્ટ્રિસિટી સામે અનેક ગણી સસ્તી વીજળી મેળવવાના આ અભિયાનમાં વાપી નગરપાલિકા પણ સામેલ થઈ છે. વાપીમાં આગામી ત્રણેક મહિનામાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવી વિજબીલમાં લાખોની બચત કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details