ગુજરાત

gujarat

Valsad Rain Update : કપરાડા અને ધરમપુર સહિત વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ

By

Published : Jun 23, 2021, 10:29 PM IST

સામાન્ય રીતે વલસાડ જિલ્લામાં 15 જૂનથી વરસાદી માહોલ શરૂ થઈ જતો હોય છે. ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થાય છે, જેને લઇને ખેડૂતો 15 તારીખ પૂર્વે પોતાના ખેતરો ખેડીને તૈયાર કરી દેતા હોય છે. આ વર્ષે 6 દિવસ પહેલા જ ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. છૂટા છવાયા પડેલા વરસાદ બાદ બુધવારે વહેલી સવારથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની હેલી જોવા મળી છે, જેને લઇને ખેડૂતોમાં આનંદની લાગણી છે.

Gujarat News
Gujarat News

  • ધરમપુર અને કપરાડા તાલુકામાં બુધવારે વહેલી સવારથી વરસાદની હેલી
  • ધરમપુરમાં 11 mm જ્યારે કપરાડામાં 10 mm જેટલો વરસાદ નોંધાયો
  • સવારે 8થી લઇ બપોરે 3 વાગ્યા સુધી સતત કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસી રહ્યો છે વરસા

વલસાડ : જિલ્લામાં છૂટા છવાયા પડેલા વરસાદ બાદ બુધવારે ફરીથી મેઘરાજાએ પોતાની મહેર કરી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.

કપરાડા અને ધરમપુર સહિત વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ

આ પણ વાંચો : અરવલ્લીમાં અઠવાડીયાના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ

વાપી તાલુકામાં 1 mm જેટલો વરસાદ નોંધાયો

વહેલી સવારે 8થી લઇ 2 વાગ્યા સુધીના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા નોંધવામાં આવેલા આંકડા અનુસાર જિલ્લામાં કપરાડા તાલુકામાં 10 mm જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર તાલુકામાં 11 mm જેટલો વરસાદ થયો છે. પારડી તાલુકામાં 18 mm વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 16 mm જેટલો વરસાદ છે તો વાપી તાલુકામાં 1 mm જેટલો વરસાદ નોંધાયો છે. આમ જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ

આ પણ વાંચો : Aravalli Rain Update: હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લીમાં ધોધમાર વરસાદ

ધરમપુર- કપરાડા વિસ્તારમાં પડેલા વરસાદને કારણે અનેક નદીનાળા છલકાયા છે

વહેલી સવારે 8 વાગ્યાથી પડી રહેલા વરસાદને કારણે ધરમપુર અને કપરાડા વિસ્તારના અનેક રોડ રસ્તાઓ ભીના થયા છે, જ્યારે નદી નાળાઓમાં વરસાદી પાણી પડવાથી નવા નીર આવ્યા છે તો અનેક જગ્યાએ રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા વાહન ચાલકોને અવર-જવર માટે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. આમ વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયેલો જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ

ABOUT THE AUTHOR

...view details