ગુજરાત

gujarat

ધરમપુર વિધાનસભા બેઠક પ્રથમવાર લડશે ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ઉમેદવાર કરાયા જાહેર

By

Published : Nov 9, 2022, 9:11 PM IST

ધરમપુર વિધાનસભા બેઠક પ્રથમવાર લડશે છોટુ વસાવા દ્વારા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (Tribal Party)  દ્વારા પણ તેમના 12 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પ્રથમવાર બીટીપી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. અને તે માટે તેમના ઉમેદવારને જાહેર કર્યા છે. તેમણે આદિવાસીના હક અને અધિકારની લડાઈ લડતી પાર્ટી ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) વિજય રહેશેનો દાવો કર્યો છે.

ધરમપુર વિધાનસભા બેઠક પ્રથમવાર લડશે ભારતીય ટ્રાઈબલ પાર્ટી ,ઉમેદવાર જાહેર
ધરમપુર વિધાનસભા બેઠક પ્રથમવાર લડશે ભારતીય ટ્રાઈબલ પાર્ટી ,ઉમેદવાર જાહેર

વલસાડગુજરાતમાં વિધાનસભા બેઠકની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજનાર છે. જે માટે દરેક પાર્ટીદ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છોટુ વસાવા દ્વારા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (Tribal Party) દ્વારા પણ તેમના 12 જેટલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પ્રથમવાર બીટીપી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. અને તે માટે તેમના ઉમેદવારને જાહેર કર્યા છે. તેમણે આદિવાસીનાહક અને અધિકારની લડાઈ લડતી પાર્ટી ચૂંટણીમાં વિજય રહેશેનો દાવો કર્યો છે.

ધરમપુર વિધાનસભા બેઠક પ્રથમવાર લડશે ભારતીય ટ્રાઈબલ પાર્ટી ,ઉમેદવાર જાહેર

છોટુ દાદાની આગેવાનીમાંભારતીય ટ્રાઇબલ પાર્ટી સતત 62 વર્ષથી છોટુ દાદાની આગેવાનીમાં હક અધિકારની લડાઈ લડતી આવી છે. અને આ વખતે પણ ચૂંટણી મેદાનમાં જોમથી ઉતરવા તૈયાર છે. ધરમપુરમાં આદિવાસી આગેવાનોમાં ટિકિટ મેળવવા પડા પડી થઇ રહી છે. નર્મદા તાપી રીવર લિંકની લડાઈ લડતા ધરમપુરના આદિવાસી સમાજના આગેવાનો હાલમાં વિવિધ રાજકીય પાર્ટીના પક્ષની ટિકિટ લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે.

આદિવાસી સમાજની અસ્મિતાઆદિવાસી સમાજની અસ્મિતા અને હક અધિકારની લડાઈએ બાજુ ઉપર રહી છે. અને હવે કેટલાક આગેવાનો પક્ષોની ટિકિટ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. તો કેટલાકના નામો જાહેર થયા છે. જેને પગલે હવે આદિવાસી સમાજના મતદારો મત માટે વિભાગો પડશે. તેવી માન્યતા જણાઈ રહી છે ત્યારે સુરેશ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો હક અને અધિકારની લડાઈ લડતી એકમાત્ર ટ્રાઈબલ પાર્ટીને જ પોતાની પસંદગી ઉતારશે અને તેમને ચૂંટણીમાં સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી છે અને જીતનો દાવો કર્યો છે.

ચૂંટણી મેદાનમાંધરમપુરમાં પ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઊતરેલી ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે હવે આગામી દિવસમાં ચૂંટણી બાદ જ ખબર પડશે કે વિજયનો કળશ મતદારો કોના માટે ઢોળે છે.

ABOUT THE AUTHOR

...view details