ગુજરાત

gujarat

જીતુ ચૌધરીને મળ્યું કોંગ્રેસ છોડ્યાનું ઈનામ, ભાજપે નવા પ્રધાનમંડળમાં કર્યા સામેલ

By

Published : Sep 16, 2021, 6:26 PM IST

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાત સરકારના રાજ્યકક્ષાના નવા પ્રધાન જીતુ ચૌધરી વિશે.

ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન બન્યા જીતુ ચૌધરી
ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન બન્યા જીતુ ચૌધરી

  • ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા જીતુ ચૌધરી
  • 2017ની વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર હતા
  • કપરાડા વિધાનસભા પેટાચૂંટણી સમયે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી

CM ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પ્રધાનપદના શપથ લેવા માટે દક્ષિણ ગુજરાતમાંથી કુલ 7 નસીબવંતા ધારાસભ્યોના નામ સામે આવ્યા છે, જેમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ પણ છે. આજે ત્રણેક કલાક પહેલા પ્રધાનપદનું સસ્પેન્સ ખુલતા તેમને પણ મોવડીમંડળનો ફોન ગયો હતો. જીતુ ચૌધરી વિશે કેટલીક રસપ્રદ માહિતી.

પેટાચૂંટણી સમયે કેસરીયો ધારણ કર્યો

ગુજરાતમાં 8 પેટાચૂંટણી અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભામાં પણ પેટાચૂંટણી યોજાઇ હતી, ત્યારે એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય ગણાતા જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જીતુ ચૌધરીએ 2017ની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી 170 મતોની નજીવી સરસાઈથી વિજય મેળવ્યો હતો. પેટાચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દઈ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. આ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યાં હતા.

2002થી લઇ તેઓની આ ચોથી ટર્મ

નામ: જીતુભાઇ હરજીભાઇ ચૌધરી

જન્મ તારીખ: 01 જૂન 1964

જન્મસ્થળ: કાકડકોપર, તા. કપરાડા. જિ. વલસાડ

વૈવાહિક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: શ્રીમતી સુમિત્રાબહેન ચૌધરી

સર્વોચ્ચ લાયકાત: Under Matric

કાયમી સરનામું: મુ. પો. કાકડકોપર, તા. કપરાડા, જિ. વલસાડ, વાયા. નાનાપોંઢા, પિન -396126

મતવિસ્તાર: કપરાડા

અન્ય વ્‍યવસાય: ખેતી અને વેપાર

શોખ: વાંચન, રમતગમત, ધાર્મિક સ્‍થળોનો પ્રવાસ, સામાજિક પ્રવૃત્તિ, ભજન-સત્સંગ, કથાશ્રવણ, લોક-ડાયરો, નવી પદ્ધતિથી ખેતી, ટેક્નોલોજી

પ્રવાસ: સિંગાપોર, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, નેપાળ

સંસદીય કારકિર્દી : જીતુ ચૌધરી 11મી, 12મી અને 13મી વિધાનસભામાં પણ સભ્‍ય હતા. 2002થી લઇ તેઓની આ ચોથી ટર્મ ચાલી રહી છે.

સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: સભ્‍ય - ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ, સન 1985થી. પ્રમુખ - કપરાડા વિભાગ ચેરિટેબલ ટ્રસ્‍ટ, 2004થી. સરપંચ - કાકડકોપર ગ્રામપંચાયત, 1989-2000. સભ્‍ય - કપરાડા તાલુકા પંચાયત. અઘ્‍યક્ષ - કારોબારી સમિતિ, કપરાડા તાલુકા પંચાયત, 2000-02. ચેરમેન - કપરાડા ખેત ઉત્પન્ન બજાર સમિતિ, 2010થી. ડેલિગેટ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, 2000થી.

વધુ વાંચો:જાણો ગુજરાતના પ્રધાન અરવિંદ રૈયાણી વિશે

વધુ વાંચો: હર્ષભેર પ્રધાનપદના શપથ લેતા હર્ષ સંઘવી, જાણો તેમની અંગત માહિતી

ABOUT THE AUTHOR

...view details