ગુજરાત

gujarat

Vadodara News : રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યાં હોવાનો ભરતસિંહ સોલંકીનો આક્ષેપ

By

Published : Mar 27, 2023, 3:08 PM IST

સંકલ્પ સત્યાગ્રહ અંતર્ગત વડોદરામાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી જાહેર માધ્યમો સમક્ષ રાહુલ ગાંધી સદસ્યતા રદના મુદ્દાને લઇને પહોંચ્યાં હતાં. તેણણે આક્ષેપ કર્યો કે સરકારે રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યા છે.

Vadodara News : રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યાં હોવાનો ભરતસિંહ સોલંકીનો આક્ષેપ
Vadodara News : રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યાં હોવાનો ભરતસિંહ સોલંકીનો આક્ષેપ

ભરતસિંહ સોલંકીના આક્ષેપ

વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ અંતર્ગત જાહેર માધ્યમો સમક્ષ રાહુલ ગાંધીની સાંસદ પદ સદસ્યતા રદ થવાના મુદ્દે વાતચીતનુંં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રધાન ભરતસિંહ સોલંકી દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આજના શાસન લોકશાહી માટે ખતરારૂપ છે. અંગ્રેજોની નીતિ આધારિત સરકાર કામ કરી રહી છે. રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે.

એક વ્યક્તિથી સરકાર ડરી ગઈ : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આ દેશમાં શાસન ચાલી રહ્યું છે. તે જોતા બંધારણ રહેશે કે કેમ તે મોટા સવાલો છે. આ પપ્પુ શુ કરશે તેવું કહેનારા લોકો રાહુલ ગાંધીને ખૂબ સમર્થન મળતા આજે ભારતીય જનતા પાર્ટી ડઘાઈ ગઈ છે. બદનક્ષી દાવામાં ફસાવી મોટી શરૂઆત કરી તેઓનો સમય બરબાદ કર્યો. રાહુલ ગાંધીએ અદાણી અને મોદીજીના સંબંધો વિશે વાત કરતા બદનક્ષીના દાવામાં ફસાઈ સાંસદ પદ છીનવી લીધું. યુપીની ચૂંટણીમાં ખેડૂતોના કાયદાને પરત ખેંચ્યા અને ચૂંટણી હારવાના ડરના કારણે પાછા ખેંચ્યા છે. સરકાર ડરી ગઈ છે.

આ પણ વાંચો Porbandar Congress: રાહુલ ગાંધીની સજા મામલે વિરોધ પ્રદર્શન કરતા અર્જુન મોઢવાડિયાને પકડી ગઈ પોલીસ

આવા કૃત્યો લોકશાહી માટે ખતરારૂપ : ચીનની વાત રાહુલ ગાંધી કરે તો તેમાં ખોટું શું છે. અદાણીને જે મદદ કરવામાં આવે છે તે કેટલી યોગ્ય છે? કોંગ્રેસ એક વિચારધારા છે, અંગ્રેજો કરતા આજે વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે. કર્ણાટકની ચૂંટણીમાં સરકારને જનતા જવાબ આપશે. ભૂતકાળમાં અંગ્રેજો દેશદ્રોહનો ગુનો દાખલ કરતા હતા તેવું શાસન આજે ચાલી રહ્યું છે. આજે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. 2024ની ચૂંટણી પૂર્વે થઈ રહેલા કૃત્યો લોકશાહી માટે ખતરા રૂપ છે.

આ પણ વાંચો Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી માટે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરતા પોલીસે કરી અટકાયત

આ એક રાજકીય લડાઈ છે : રાહુલ ગાંધી કોર્ટમાં માફી અંગે જણાવ્યું કે આ લીગલ લડાઈ નથી આ એક રાજનૈતિક લડાઈ છે. લોકોએ આજે જે પપ્પુ પપ્પુ કરતા હતા તેમને આજે લોકો સ્વીકારતા સરકાર ડરી ગઈ છે. રાહુલ ગાંધી દ્વારા માફી બાબતે કોઈ પણ કાર્યકરની ઈચ્છા હોય જો સારું થતું હોય તો પરંતુ આ બાબતે બિલકુલ માફી માંગવાની જરૂર નથી. અંગ્રેજોના સમયે ચાલી રહેલી નીતિ મુજબ આજે કામ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details