ગુજરાત

gujarat

Pet Dog Tax: વડોદરામાં પાલતુ શ્વાન પરનો ટેક્સ આખરે કરાયો નાબૂદ

By

Published : Feb 20, 2023, 8:08 PM IST

રાજ્યમાં સૌપ્રથમ વાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન પર ટેક્સ રદ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના બજેટ સત્રમાં પાલતુ શ્વાન પરના ટેક્સને લઈ ચર્ચાઓ અને વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આખરે મેયર કેયુર રોકડીયા દ્વારા આ પાલતુ શ્વાન પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં પાલતુ શ્વાન પર ટેક્સ માટે સૂચન મુકવામાં આવ્યા હતા.
બજેટમાં પાલતુ શ્વાન પર ટેક્સ માટે સૂચન મુકવામાં આવ્યા હતા.

કેયુર રોકડીયા દ્વારા આ પાલતુ શ્વાન પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હોવાની જાહેરાત

વડોદરા:સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા બજેટમાં પાલતુ શ્વાન પર ટેક્સ માટે સૂચન મુકવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વર્ષનો પાલતુ શ્વાનનો 1000 રૂપિયા ટેક્સ માટે સૂચનો કરવામાં આવ્યા હતા. જેને લઈ મુખ્યપ્રધાન સુધી સૂચનો ગયા હતા અને આજે આખરે મેયર કેયુર રોકડીયા દ્વારા આ પાલતુ શ્વાન પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે તેવી જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન પર ટેક્સ રદ

પાલતુ શ્વાન પરનો ટેક્સ નાબૂદ:સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર પાલતું શ્વાન પર લેવાઈ રહેલા આ ટેક્સના સૂચનને લઈ બજેટ સત્રમાં ભારે ચર્ચા જોવા મળી હતી. જેમાં કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટર દ્વારા જો શ્વાન પર ટેક્સ લેવામાં આવે તો વાંધો નહીં પરંતુ તે નાણામાંથી તેના માટે અલગ ગાર્ડનની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વિપક્ષ દ્વારા આ મામલે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. સાથે જ વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ પણ વર્ષ દરમિયાન રૂપિયા 500ની લાગત પેટે લેવામાં આવતી હતી. જો કે આ લાગત બેથી ત્રણ જણા સિવાય કોઈ ભરતું ન હતું. આ વર્ષે ત્રણ વર્ષના 1000 રૂપિયા પાલતુ શ્વાન પરનો વેરો આખરે મેયર કેયુર રોકડીયા દ્વારા નાબૂદ કરવાની જાહેરાત કોર્પોરેશનની સભામાં કરવામાં આવી હતી.

બજેટમાં પાલતુ શ્વાન પર ટેક્સ માટે સૂચન મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટે રાજ્યના બ્રિજની સ્થિતિ અંગે કર્યા સવાલો

મેયર દ્વારા રદ કરવાની વાત જાહેરાત:સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર પાલતુ શ્વાન પર લેવામાં આવનાર ટેક્સને લઈ ભારે ચર્ચાઓ જોવા મળી હતી. આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા વિવિધ વેરાની વસુલાત કરવામાં આવતી હતી. પરંતુ પાલતુ શ્વાન પણના વેરાને લઇ સમગ્ર રાજ્યમાં ચર્ચા અને પગલે આ બાબતને લઈ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સુધી આ બાબતે વાત પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સાથે જ આ અંગેની વિગતો મેયર પાસેથી મુખ્યપ્રધાન દ્વારા મંગાવવામાં આવી હતી. ત્યારબાદ આ વેરો મેયર દ્વારા રદ કરવાની વાત જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Godhra Train Burning Case: ગુજરાત સરકાર ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાની માંગ કરશે

મુખ્યપ્રધાન સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય:આ અંગે મેયરે કેયુર રોકડીયાએ જણાવ્યું હતું અગાઉ પણ વર્ષ 1974થી પાલતુ શ્વાન પર વેરો દાખલ કરવામાં આવ્યો હતો. જે વેરો લેવામાં આવતો હતો. વર્ષ 2015-16માં લાગત (ચાર્જ) સ્વરૂપે 500 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ ખૂબ લાંબી ચર્ચાઓ અને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ વેરાને નાબૂદ કરવામાં આવ્યો છે. આજ પછી પાલતુ કૂતરા પર ટેક્સ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details