ગુજરાત

gujarat

Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

By

Published : May 24, 2023, 9:00 AM IST

વડોદરામાં નામાંકિત CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદીએ કોર્ટમાં હાજર થઈને કોઈ દુષ્કર્મ ન થયું હોવાનું રટણ કર્યું છે. આ બહુચર્ચિત કથિત દુષ્કર્મ મામલે આખરે ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.

Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર
Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

વડોદરા હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

વડોદરા :ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શહેરના નામાંકિત CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસના એક વર્ષ બાદ નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ભોગ બનનાર ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી હાઈ પ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં શરૂઆતમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ મામલે નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન જમીન પર છુટકારો મળ્યો હતો અને રાજુ ભટ્ટ જેલમાં છે. આ મામલે આખરે કોર્ટ દ્વારા નિવેદન માટે ફરિયાદી કોર્ટમાં હકીકત જાહેર કરતા કોઈ દુષ્કર્મ ન થયું હોવાનું રટણ કરતા ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.

19 સપ્ટેમ્બર 2021માં ગોત્રી પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. વડોદરા શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટ અશોક જૈન અને રાજુ ભટ્ટના વિરુદ્ધમાં ફરિયાદ થઈ હતી. આ કેસ કોર્ટમાં બોડ પર આવતા ફરિયાદીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભોગ બનનાર મહિલાએ કોર્ટમાં હાજર થઈ જે કઈ સાચી વિગતો હતી તે કોર્ટ સમક્ષ રજુ કરી હતી. - હિતેશ ગુપ્તા (ધારાશાસ્ત્રી)

ખોટી રીતે ઉપયોગ થયો :અમે શરૂઆતથી કહેતા આવ્યા છીએ કે, આ કેસમાં કંઈક ખોટું છે. ભોગ બનનાર બહેનનો ક્યાંક ખોટી રીતે ઉપયોગ થયેલો છે તેવી હકીકત કોર્ટ સમક્ષ રજુ થઈ છે. ભોગ બનનાર બહેન 16 સપ્ટેમ્બરના રોજ વડોદરા છોડીને જતા રહ્યા હતા. તેઓ પરત આવવા પાછળનું એક માત્ર કારણ હતું કે, કોઈ અજાણ્યા નંબર પરથી ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી તેઓ વડોદરા ફરિયાદ કરવા માટે આવ્યા હતા.

કોઈ દુષ્કર્મની ઘટના બની નથી :ભોગ બનનાર મહિલા પોતે હિન્દી ભાષી છે અને તેઓને ગુજરાતી વાંચતા લખતા આવડતું નથી. તેઓ પોલીસ મથકની બહાર બે વ્યક્તિને મળી ને તે પૈકી એક વ્યક્તિ વકીલ હોવાની ઓળખ આપી હતી. આ ભોગ બનનાર મહિલાએ તેઓની મદદ લઇ હિન્દીમાં કહેલું ગુજરાતીમાં લખી સહી કરી ફરિયાદ આપી હતી. હાલમાં કોર્ટ દ્વારા સમન્સ આપતા ભોગ બનનાર કોર્ટ સમક્ષ હાજર થઈ જણાવ્યું કે, મારી સાથે કોઈ દુષ્કર્મની ઘટના ઘટી નથી. અશોક જૈન કે રાજુ ભટ્ટ બંનેમાંથી કોઈ સાથે આવી ઘટના બની નથી. તેઓ સ્પષ્ટ ઇનકાર કરતા હવે જેલમાં રહેલ રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બહુચર્ચિત કથિત દુષ્કર્મ મામલે આખરે ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થઈ છે.

Ahmedabad Crime : સગીરાના 2 લાખમાં સોદાનું રેકેટ, આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો

Surat Crime News: કૌટુંબિક મામાએ હેવાનિયતની હદ કરી પાર, ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું

Valsad Crime : પારડીમાં તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પકડાયો તો વધુ કરતૂતો બહાર આવ્યાં

ABOUT THE AUTHOR

...view details