ગુજરાત

gujarat

Vadodara Crime : મીડિયામાં બદનામ કરી દઈશુની ધમકી આપીને સ્પા સંચાલક પાસે લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો

By

Published : Apr 1, 2023, 4:00 PM IST

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્પા સંચાલક પાસેથી લાંચની માંગણી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્પા સંચાલક સામે પેપર ટીવી ચેનલમાં નામ બદનામ કરવાની ધમકી આપીને 80 હજારની લાંચની માંગણી કરી હતી. આ મામલે હેડ કોન્સ્ટેબલના બે વચેટિયાઓ પણ સામેલ હતા.

Vadodara Crime : મીડિયામાં બદનામ કરી દઈશુની ધમકી આપીને સ્પા સંચાલક પાસે લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો
Vadodara Crime : મીડિયામાં બદનામ કરી દઈશુની ધમકી આપીને સ્પા સંચાલક પાસે લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો

વડોદરા :શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક સામે કલમ 110 અને 117 પ્રમાણે ગુનો દાખલ થયો હતો. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ દ્વારા પેપર અને ટીવી ચેનલમાં તારું નામ ચગાવી બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જે સંદર્ભે રૂપિયા 80 હજારની લાંચની માંગણી સ્પા સંચાલક પાસે કરી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલના બે વચેટિયાએ રૂપિયા 80 હજાર લેતા એન્ટીકરપ્શન વિભાગે ઝડપી પાડયા છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો અને આખરે આજે ACB દ્વારા તેને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્પા સંચાલકને ધમકી આપી :મકરપુરા પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક સામે દાખલ થયેલ ગુનાને લઈ સંચાલકને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણેએ રૂપિયા 80 હજારની લાંચ નહીં આપે તો તારુ નામ મીડિયામાં બદનામ કરી દઈશું તેવી ધમકી આપી હતી. જે બાદ જેની સામે ગુનો દાખલ થયો હતો. સ્પા સંચાલકે એન્ટી કરપ્શન વિભાગનો સંપર્ક સાધ્યો હતો. આ અંગે ACB દ્વારા લાંચિયા બે વચેટિયા સહિત કોન્સ્ટેબલને ઝડપી લેવામાં સફળતા મળી છે.

બે વચેટિયા

લાંચ લેનાર બે વચેટીયા ઝડપાયા :એન્ટી કરપ્શનના અધિકારી પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ PI એ.એન. પ્રજાપતિ તેમજ સ્ટાફે સમગ્ર વિગત મેળવી હેડ કોન્સ્ટેબલ સાથે સંકળાયેલા દંતેશ્વરના સંજય લક્ષ્મણ ભરવાડ અને ડભોઇ રોડના પ્રિન્સ રાજકુમાર શર્માને રૂપિયા 80 હજાર આપવા માટે જણાવ્યું હતું. આ પોલીસ હેડ કોન્સ્ટેબલના બંને વચેટીયાએ ગત રોજ સાંજે મકરપુરા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સિલ્વર ઓક કોમ્પ્લેક્સના પાર્કિંગ સામે જેની સામે મકરપુરા પોલીસમાં ગુનો દાખલ થયો હતો. તે વ્યક્તિને બોલાવી રૂપિયા 80,000ની લાંચ લીધી હતી. એટલું જ નહીં લાંચ લીધા બાદ મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનાવણીને ફોન પર જાણ કરી હતી કે પૈસા આવી ગયા છે. તેની સામે કોન્સ્ટેબલે જવાબ આપ્યો હતો કે તે રૂપિયા હમણાં તમારી પાસે રાખજો.

આ પણ વાંચો :Rajkot Police : મુખ્યપ્રધાન સુધી રજૂઆત, પોલીસ કર્મી ઓફિસે આવીને 7 લાખનો તોડ કર્યોનો આરોપ, જૂઓ CCTV

કોન્સ્ટેબલ ફરાર થઇ ગયો :રૂપિયા 80,000ની પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા સંજય લક્ષ્મણ ભરવાડ અને પ્રિન્સ રાજકુમાર શર્મા ઝડપાઈ ગયાની જાણ થતા જ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનાવણે ફરાર થઈ ગયો હતો. ફરાર થયેલો આ કોન્સ્ટેબલ આખરે એસીબીએ આજે સવારે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Valsad Crime : સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી વચેટીયો તગડી રકમની લાંચ લેવા આવ્યો, વલસાડમાં એસીબીએ ઝડપી લીધો

આખરે ઝડપાયો કોસ્ટેબલ :એન્ટી કરપ્શન વિભાગે પોલીસ કોન્સ્ટેબલના બંને વચેટીયાઓ સામે લાંચ-રુશ્વતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવા એસીબી દ્વારા આ લાંચિયા કોન્સ્ટેબલના નિવાસસ્થાને તેમજ અન્ય જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આખરે આ અનાર્મ હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details