ગુજરાત

gujarat

Uttarayan 2023 લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે VMC હરકતમાં, ખાદ્ય વસ્તુની દુકાનોમાં પાડ્યા દરોડા

By

Published : Jan 12, 2023, 12:48 PM IST

વડોદરામાં ઉત્તરાયણને (Uttarayan 2023) ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) ફૂડ સેફ્ટી વિભાગે વિવિધ (Raid in shops by Food Safety Department) દુકાનોમાં દરોડા પાડ્યા હતા. શહેરના ચોખંડી વિસ્તારમાં (Chokhandi area Vadodara) વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન અનેક ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.

Uttarayan 2023 લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે VMC હરકતમાં, ખાદ્ય વસ્તુની દુકાનોમાં પાડ્યા દરોડા
Uttarayan 2023 લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે VMC હરકતમાં, ખાદ્ય વસ્તુની દુકાનોમાં પાડ્યા દરોડા

વિવિધ દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરી

વડોદરાઉત્તરાયણ પર્વને હવે 2 દિવસ બાકી છે. શહેરના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના વિવિધ બજારમાં લોકોમાં પતંગ દોરી સાથે ખાદ્ય ચીજવસ્તુ માટે દુકાનોમાં પણ ભીડ જોવા મળી રહી છે. તેને લઈ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરની વિવિધ દુકાનો પર ખોરાક શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી

આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે કામગીરીઉત્તરાયણને લઈ વડોદરા નગરપાલિકાની ખોરાક શાખા સતર્ક થઈ છે. શહેરના ચોખંડી વિસ્તારમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરે તમામ ખાદ્યવસ્તુઓનું ચેકીંગ કર્યું હતું. આ વાનગીઓ ખાવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અધિક આરોગ્ય અમલદાર અધિક વૈધની સૂચના અનુસાર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વ નિમિત્તે વધુમાં વધુ ખવાતી ચીજવસ્તુઓ જેવી કે, ઉંઘીયું, જલેબી, ચિક્કીથી લઈને તમામ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

વિવિધ દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરીવીએમસી ખોરાક શાખાએ વિવિધ વિસ્તારમાં દુકાનોમાંથી સેમ્પલ લઈ કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન દુકાનમાંથી જો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવશે તો ખોરાક શાખા દ્વારા નાશ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ખોરાક શાખા મોટા ભાગના તહેવારોમાં સતર્કતાના ભાગરૂપે આ પ્રકારનું ચેકિંગ કરતા હોય છે. ત્યારે લોકોનો ખૂબ લોકપ્રિય તહેવાર મક્રરસંક્રાતિ નિમિત્તે પાલિકાની ફૂડ શાખાએ ચેકિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચોરાજકોટમાં કેક શોપ પર દરોડા, એક્સપાયરી ડેટ વાળો માલ મળ્યો

4 ટીમ કરશે ચેકિંગ આ અંગે આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અધિક આરોગ્ય અમલદાર અધિક વૈધ તરફથી અમને જ્યાં જલેબી ચિક્કીનું જ્યાં વેચાણ થાય છે. ત્યાં ચેકિંગ કરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવા જણાવાયું હતું. તેને લઈ ચોખંડી વિસ્તારની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીને લઈ 4 ટીમો ઉત્તરાયણના આગલા દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં જઈ ચેકિંગ કરી સેમ્પલ મેળવશે. આ સાથે જ તમામ ઝોનમાં ચેકિંગ થશે. એટલે કોઈ પણ નાગરિકના આરોગ્ય સાથે ચેડાં નહીં થાય.

ABOUT THE AUTHOR

...view details