ગુજરાત

gujarat

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે બાળકો તો આવ્યા પણ પ્રધાન રહ્યા ગેરહાજર

By

Published : Jun 23, 2022, 1:05 PM IST

આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની (Shala Praveshotsav 2022)શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરના વિવિધ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ પ્રધાન ફાળવેલ સ્કૂલમાં ન પોહચ્યા
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ પ્રધાન ફાળવેલ સ્કૂલમાં ન પોહચ્યા

વડોદરાઃ આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની (Shala Praveshotsav 2022)શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરના વિવિધ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય પ્રધાન મનીષા વકીલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં (Swami Vivekananda Primary School)બાળકોને શાળા પ્રવેશોત્સવની શરૂઆત (Kanya Kelavani Mahotsav)કરાઈ હતી. મંત્રી મહારાણી સ્કૂલમાં હાજરી આપી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ છાણી ખાતે આવેલ શાળામાં પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.

શાળા પ્રવેશોત્સવ

જિલ્લામાં 22 000થી વધુ પા પા પગલીવડોદરામાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો યોજાઇ રહ્યો છે. જેમાં કુલ 22,831 ભૂલકાઓનો વિદ્યામંદિરમાં નામાંકન કરવામાં આવી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ રૂપે વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસ 0.97 ટકા થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 17મી શૃંખલા અંતર્ગત વડોદરા જિલ્લામાં ધોરણ 1માં કુલ 22,831 વિદ્યાર્થીઓ વિદ્યામંદિરમાં પા પા પગલી કરશે. જેની સાથે ધોરણ 9માં 18,476 છાત્રાઓ શાળામાં પ્રવેશ કરવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવ

આ પણ વાંચોઃભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ -હાલમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 120 શાળાઓ અને 79 બાલવાડીમાં અંદાજિત 40000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેઓની ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે 1000જેટલા શિક્ષકો પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ધોરણ 1માં નવીન પ્રવેશ મેળવનાર બાળકોની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલબેગ ,પાઠ્યપુસ્તક, નોટબુક, વોટરબેગ જેવું સુવિધાઓ બાળકોને આપવામાં આવી હતી. સાથે જ શાળાથી દુર રહેતા બાળકોને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃશાળા પ્રવેશોત્સવ શરૂઆત મુખ્યપ્રધાન બનાસકાંઠાથી કરશે, ગુજરાતની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ આયોજન

પા પા પગલીના પ્રથમ દિવસેજ પ્રધાન ન પોહચ્યાં -રાજ્ય કક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ દ્વારા પ્રવેશોત્સવની શરૂઆતના પ્રથમ દિવસેજ પ્રથમ ફાળવેલ સ્કૂલમાં પોહચી શક્યાનો હતા. પ્રધાન ન પહોંચતા શાળામાં સંચાલકો, અધિકારીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળા પ્રવેશોત્સવના નામે લાખોના ખર્ચ થતા હોય ત્યારે આ રીતે સ્કૂલો દ્વારા તૈયારીઓ કર્યા બાદ પ્રધાન ન આવે તો નાણાંનો ચોક્કસ વ્યય થાય છે, ત્યારબાદ અન્ય ફાળવેલ શાળામાં પ્રધાન હાજાર રહ્યા હતા. ત્યારે સવાલ કરતા જણાવ્યું કે તબિયત સારી ન હોવાના કારણે હું ત્યાં આવી નોહતી શકી, પરંતુ શાળાનો વિસ્તાર મારો છે અને હું અહી આવી છું અને ત્રણે દિવસ દરેક જગ્યાએ જઈશ તેવું જણાવ્યું હતું કારણ કે હું શિક્ષક છું તો વિદ્યાર્થીઓની લાગણીને સમજુ છું,અને શિક્ષણનું મહત્વ પણ સમજુ છું તેવી વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details