ભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત

author img

By

Published : Jun 13, 2022, 10:55 AM IST

ભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત

વડોદરામાં આજથી (સોમવાર) શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગૂંજી ઊઠી છે. સાથે જ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો શાળાઓ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આ મામલે જોઈએ આ અહેવાલમાં.

વડોદરા: કોરોનાના કારણે 2 વર્ષથી ઓનલાઈન-ઓફલાઈન વચ્ચે ચાલેલું શૈક્ષણિક સત્ર (Corona effect on education) હવે રાબેતા મુજબ આજથી (સોમવાર) શરૂ થયું (Start of new academic session) છે. જૂન 2020 અને જૂન 2021 પછી આજે ફરી એક વાર શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગૂંજી ઊઠી છે. રાજ્યની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ (Start of new academic session) થયો છે.

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આ પણ વાંચો- સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ - વડોદરા શહેર અને જિલ્લામાં 500 શાળાઓ આજથી ધમધમશે. તેમાં ભણતાં 3,00,000 વિદ્યાર્થી આજથી ઓફલાઈન શિક્ષણ મેળવી શકશે. જોકે, શાળાઓ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં 224 ગ્રાન્ડેટ, 263 નોન ગ્રાન્ટેડ શાળા છે.

આગામી દિવસોમાં યોજાશે પ્રવેશોત્સવ
આગામી દિવસોમાં યોજાશે પ્રવેશોત્સવ

આ પણ વાંચો- સરકારી શાળામાં સ્પેશિયલ સ્વૈચ્છિક વેકેશન બેન્ચ : સોશયલ મીડિયાના માત્ર મેસેજથી ઉમટ્યા વિદ્યાર્થીઓ

આગામી દિવસોમાં યોજાશે પ્રવેશોત્સવ - વડોદરામાં ધોરણ 1થી 12માં 3,00,000 કરતા વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કોરોનાના કારણે 2 વર્ષથી શિક્ષણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ત્યારે શિક્ષણ સમિતિની (Vadodara Nagar Primary Education Committee) 120 શાળા પણ આજથી શરૂ થઈ (Schools begins in Vadodara) ચૂકી છે. તો ધોરણ 1થી 8માં 36,000 જેટલાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આગામી 22મીએ ધોરણ 1માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ (Celebration of Praveshotsav in Vadodara) યોજાશે. શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Primary Education Committee) અને જિલ્લા પંચાયત દ્વાર પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.

કોરોના કાળમાં પડી ઘણી મુશ્કેલી - જય અંબે વિદ્યાલયના આચાર્ય પરેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં કોરોનાની મહામારીના પગલે (Corona effect on education) શિક્ષણ કાર્યમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં સંકલનના અભાવે પરિણામ પર અસર જોવા મળી છે, પરંતુ આજથી તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં આવ્યા છે. હવે ફરી એક વાર શૈક્ષણિક ક્ષેત્રે યોગ્ય પ્રમાણમાં ઓફલાઈન શિક્ષણ અસરકારક નીવડશે અને સારું પરિણામ મેળવી શકાશે. સાથે કોરોના હજી ગયો નથી એટલે તમામે સાવચેતી રાખવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.