ગુજરાત

gujarat

હરિપ્રસાદ સ્વામીના અનુયાયી પ્રબોધ સ્વામી જૂથ દ્વારા સોખડા છોડ્યા બાદ પ્રથમવાર યોજાઈ ભવ્ય રેલી

By

Published : Oct 24, 2022, 4:13 PM IST

Updated : Oct 24, 2022, 5:23 PM IST

હરિપ્રસાદ સ્વામીના અનુયાયી પ્રબોધ સ્વામી જૂથ દ્વારા સોખડા છોડ્યા બાદ પ્રથમવાર ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં 4 હજાર બાઇક અને 1 હજાર કારની વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલી મતદાન જાગૃતિ અને સમાજમાં વિવિધ મુદ્દાઓ ઉપર જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે યોજાઈ હતી. (Prabodha Swami Rally in Vadodara)

હરિપ્રસાદ સ્વામીએ મંદિર છોડ્યા બાદ પ્રથમવાર પ્રબોધ સ્વામીનો યોજાયો કાર્યક્રમ
હરિપ્રસાદ સ્વામીએ મંદિર છોડ્યા બાદ પ્રથમવાર પ્રબોધ સ્વામીનો યોજાયો કાર્યક્રમ

વડોદરા: હરિપ્રસાદ સ્વામી સોખડા મંદિર છોડ્યા બાદ પ્રથમ વખત પ્રબોધ સ્વામીએ વડોદરા (Sokhda Swaminarayan Mandir) શહેરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રબોધ સ્વામી જુથ દ્વારા વડોદરામાં નવલખી મેદાનથી શરૂ કરી આણંદના બાકરોલ સુધી બાઇક અને કાર યાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે પ્રબોધ સ્વામીએ નવલખી મેદાનમાં હાજરી આપી હતી. સાથે વૈષ્ણવ આચાર્ય વ્રજરાજ કુમારની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ મતદાન જાગૃતિ અને સમાજમાં અન્ય મુદ્દાઓ ઉપર જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે રાખવામાં આવી હતી. (Prabodha Swami Rally in Vadodara)

હરિપ્રસાદ સ્વામીએ મંદિર છોડ્યા બાદ પ્રથમવાર પ્રબોધ સ્વામીનો યોજાયો કાર્યક્રમ

આ રેલી અંગે બેનરો લાગ્યા હતાઆ અગાઉ ભગવાન શિવ અને સનાતન ધર્મ ઉપર વાણી વિલાસને લઈ પ્રબોધ સ્વામી ગ્રુપના કેટલાક સંતોને વડોદરા શહેરમાં પ્રવેશબંધીના બેનરો મારી વિરોધ (Navlakhi Medan in Vadodara) કરવામાં આવ્યો હતો. તેમજ પ્રબોધ સ્વામી ગ્રુપના જે સંતોએ ભગવાન શિવ વિશે વાણી વિલાસ કર્યો હતો. તેને લઈને પ્રવેશ ન કરવો અને રેલી રદ કરવા સુધી વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કેટલાક સંતો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ સાયકલ યાત્રામાં કોઈપણ પ્રકારનો વિરોધ જોવા મળ્યો નહોતો.

સ્વામીજીએ આપી પ્રતિક્રિયાહરિપ્રબોધ પરિવાર તરફથી યોજાયેલા આ કાર્યક્રમને લઈ સાધુ ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, સૌની જીવન મંગલમય બને અને પ્રબોડજીવન સ્વામીજી વિદેશથી પધારી રહ્યા છે. જેથી ભવ્ય સ્વાગત (Cycle tour in Vadodara) થાય તે હેતુ રહેલો છે. સાથે હરિ પ્રસાદ સ્વામીજીને 15 મહિના જેટલો સમય પૂર્ણ થયો છે અને આવનાર સમયમાં યુવા પ્રવૃત્તિ સાચા અર્થમાં વેગવંતી બને તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સમાજમાં વિવિધ મુદ્દાઓને લઇ યોજાયેલા આ રેલી અસરકારક નીવડશે. સાથે જ સંસ્કારી નગરી વડોદરા શહેર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાય અને મતદાન પ્રત્યે પણ જાગૃતિ ફેલાય તેવા આશયથી સાયકલ અને બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 4 હજાર બાઇક અને 1 હજાર કારની રેલી કરવામાં આવી છે. (Swamy protest in Vadodara)

Last Updated : Oct 24, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details