ETV Bharat / city

PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન

author img

By

Published : Oct 18, 2022, 2:06 PM IST

PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન
PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન

દેશના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સુરતના પ્રવાસે (s jaishankar foreign minister) પહોંચ્યા હતા. અહીં તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) મોદી એટ 20 પુસ્તક (modi at 20 book) અને ગ્રાઇંગ ઇન્ડિયા, ગ્લોરીફાઈંગ વર્લ્ડઃ મોદી યુગમાં વિદેશ નીતિ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.

સુરત દેશના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સુરતની મુલાકાત દરમિયાન (s jaishankar foreign minister) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) પહોંચ્યા હતા. અહીં કન્વેન્શન હૉલમાં યોજાયેલા મોદી@20’ પુસ્તક (modi at 20 book) અને 'ગ્રોઈંગ ઈન્ડિયા, ગ્લોરીફાયિંગ વર્લ્ડ: મોદી યુગમાં વિદેશ નીતિ' વિષય પર તેમણે પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.

ચીન અંગે વિદેશ પ્રધાનનું નિવેદન અહીં તેમણે ચીન સાથેના (s jaishankar foreign minister) સંબંધોને લઈ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 20થી 25 વર્ષમાં ચીનમાં ઘણો પરિવર્તન આવ્યો છે. અમે ચીનના પ્રતિદ્વંધી છીએ. એમને આત્મનિર્ભર રાજકારણ અને કૂટનીતિમાં પણ છીએ. ભારત સક્ષમ છે.

વિદેશ પ્રધાને પહેલાની સ્થિતિ પર કરી વાત

વિદેશ પ્રધાને પહેલાની સ્થિતિ પર કરી વાત વિદેશ પ્રધાને ચીનની ચર્ચા કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સરકાર અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું (s jaishankar foreign minister) કે, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. ત્યારે ચીન અને ભારતની આર્થિક સ્થિતિ સરખી હતી, પરંતુ કેટલાક દસકો સારા લીડરશીપ ન હોવાના કારણે ચીનની આર્થિક પરિસ્થિતિ ભારતથી ચાર ઘણી વધી ગઈ છે. જોકે, હવે એક યોગ્ય લીડરશીપ અને ઈચ્છા શક્તિના કારણે ભારત આર્થિક ક્ષેત્રે એક મજબૂત દેશ બની રહ્યો છે અને વિશ્વ ભારતને જોઈ રહ્યો છે.

ભારત સક્ષમ દેશ તેમણે ઉમેર્યું હતું (s jaishankar foreign minister) કે, ભારત સક્ષમ દેશ છે. કોઈએ વિચાર્યું નહોતું કે, iphone ચીનમાં પણ બનશે અને ભારતમાં પણ અમે ડબલ એન્જિનની વાતો કરીએ છીએ. અગાઉ તો એક ગાડી પર 4થી 5 ડ્રાઇવરો હતા. અમે તમામ સાથે પ્રતિસ્પર્ધા માટે સક્ષમ છીએ. અફઘાનિસ્તાન અંગે તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ જ દયનીય સ્થિતિ ત્યાં છે. આવી પરિસ્થિતિમાં ભારત મદદ કરે છે. અમારા પાડોશી અમારી સાથે કમ્ફર્ટેબલ છે.

વડાપ્રધાનના પ્રયાસોથી ધરમૂળથી બદલાઈ સુરતના યુવાનોને સંબોધતા તેમણે વર્ષ 2011ની વાત કરી હતી. જ્યારે તેઓ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ તે વખતે રાજદૂત હતા અને ગુજરાતમાં જ્યારે વડાપ્રધાન મુખ્યપ્રધાન હતા. ત્યારે 22 જેટલા સુરતના વેપારીઓની ધરપકડ ચીનમાં થઈ હતી. ત્યારે પ્રથમવાર તેઓએ તેમની સાથે વાત કરી હતી અને પોતાના નાગરિકોને મુક્ત કરવા માટે તેઓએ દરેક પ્રકારની તૈયારી પણ બતાવી હતી. એટલું જ નહીં, જ્યારે તેઓ ચીન આવ્યા હતા અને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવાના હતા તે પહેલા તેમણે મારી સાથે ચર્ચા પણ કરી હતી કે, નેશનલ પૉલિસીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન આવે તેવી જ વાત તેઓ ત્યાં કરવા માગતા હતા.

વિદેશ પ્રધાને PM અંગે કહી આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) રૂપમાં દેશને વિરાટ વ્યક્તિત્વ મળ્યું છે. વિશ્વના માનસપટલમાં ભારત તરફ જોવાની નજર મોદીના પ્રયાસોથી ધરમૂળથી બદલાઈ છે. ભારતે મુશ્કેલીના સમયે અફઘાનિસ્તાન જેવા દેશોની પણ વ્હારે આવ્યું હતું. ભારતે સંકટના સમયે પાડોશી દેશોને મદદ કરીને પાડોશી ધર્મને સાર્થક કર્યો છે.

80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે (s jaishankar foreign minister) સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ (Swami Vivekananda Gujarat Rajya Yuva Board) દ્વારા આયોજિત 'વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ભૂમિકા' વિષય પર યુવાનો સાથે સંવાદ કરતા MODI@20 પુસ્તકમાં (modi at 20 book) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે, જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

પુસ્તક વાંચવાની આપી સલાહ તેમણે વધુમાં જણાવ્યું કે, આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના 21 જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યા છે. જેમણે 'રાઈટ વિઝન, રાઈટ એક્શન'થી રાષ્ટ્રનો તેજ વિકાસ થઈ શકે છે એનું તાદ્રશ્ય શબ્દ ચિત્રણ કર્યું છે. દરેક વ્યક્તિએ ખાસ કરીને ભારતના યુવા વર્ગે આ પુસ્તક (modi at 20 book) અવશ્ય વાંચવું જોઈએ.

વડાપ્રધાનની કામગીરીની બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય કાર્યકર્તા અને મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રાને બિરદાવતાં તેમણે જણાવ્યું હતુ કે, છેલ્લા 20 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ભારતની ખ્યાતિ વિશ્વફલક પર અંકિત થઈ છે. આ સંદર્ભે વિદેશ પ્રધાન એસ જયશંકરે ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે ભારતમાં કોરોના સામે (Corona Vaccination in India) બે બિલિયન વેક્સીનેશન, 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન આપૂર્તિ અંગે હું વિદેશમાં વાત કરૂ છું ત્યારે વિદેશીઓ આશ્ચર્ય પામે છે.

વિકટ સંજોગોમાં સુરક્ષાની લાગણી તેમણે યૂક્રેન-રશિયાના યુદ્ધ (Ukraine Russia War) દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાન મોદીની મુત્સદીગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું (Ukraine Russia War) એ સમયે યુક્રેનમાં 20,000 વિદ્યાર્થીઓ ફસાયા હતા. કેન્દ્ર સરકારના 5 પ્રધાનોને યુક્રેન અને આસપાસના દેશોમાં મોકલવામાં આવ્યા હતા.

યુક્રેનમાંથી વિદ્યાર્થીઓનું સફળ રેસ્ક્યૂ વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) અને યુક્રેનના ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી ખાતરી મેળવી કે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાઈ રહ્યા હોય ત્યારે ફાયરિંગ અને હવાઈ હુમલા નહીં થાય. વડાપ્રધાનના આ ડાયરેકટ કમ્યુનિકેશનના કારણે બંને દેશો સંમત થયા અને વંદે્ ભારત મિશન હેઠળ 90 ફ્લાઈટમાં જાનહાનિ વિના તમામ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં સફળતા મેળવી. વિદેશમાં ફસાયેલા નાગરિકોને 'મદદ' પોર્ટલથી ઉગારવાના કારણે વિદેશ જતા દરેક ભારતીય હવે કોઈ પણ વિકટ સંજોગોમાં સુરક્ષાની લાગણી અનુભવે છે.

ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભેર આગળ પ્રેક્ષક નહીં, પણ ખેલાડી બની સક્રિય રાજનીતિ થકી દેશસેવા કરવાની પ્રેરણા મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી એમ જણાવી વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે. યમન અને યુક્રેન ક્રાઈસીસ દરમિયાન તબક્કાવાર કુલ 70 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવસર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહયું હોવાનું આ ઉદાહરણ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ક્ષમતા અને ઉપયોગિતા યથાર્થ વિદેશ પ્રધાને ઉમેર્યું હતું કે, ભારતે મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ વર્લ્ડ, ઈકોનોમિક ગ્રોથ જેવા મહત્વના માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં વડાપ્રધાને આધારની ક્ષમતા અને ઉપયોગિતા યથાર્થ સમજી હતી, જે તેમણે વડાપ્રધાન બન્યા બાદ અનેક યોજનાઓને આધાર સાથે જોડી લાભાર્થીઓને સીધા બેન્ક ખાતામાં સહાયના નાણા જમા કરવામાં અને ડિજિટલ ભારત અભિયાનને વેગવાન બનાવવામાં આધારનો સફળ પ્રયોગ કર્યો છે. તેમણે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતીઓને મોદીજી જેવા ગુજરાતી અંગે વાત કરવાનું સાહસ કરી રહ્યા હોવાની રમૂજ કરી જણાવ્યું કે, સુરતનો વિકાસ આંખે ઉડીને વળગે તેવો છે, જ્યારે વિકાસમાં ગુજરાત મોડેલની બરોબરી થઈ ન શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.