ETV Bharat / city

મોદી સરકાર આવ્યા પછીની વિદેશ નીતિ અંગે વિદેશ પ્રધાને યુવાનોને આપ્યું માર્ગદર્શન, ગણાવી સરકારની સિદ્ધિઓ

author img

By

Published : Oct 5, 2022, 3:43 PM IST

દેશના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર વડોદરાની મુલાકાતે (s jaishankar foreign minister Vadodara Visit) આવ્યા હતા. અહીં તેઓ યુવાનોને માર્ગદર્શન આપવાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તેમણે દેશમાં મોદી સરકાર (modi government) આવ્યા પછી વિદેશ નીતિ (foreign policy of india) અને વિશ્વમાં ભારતનું શું સ્થાન છે. તે અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

મોદી સરકાર આવ્યા પછીની વિદેશ નીતિ અંગે વિદેશ પ્રધાને યુવાનોને આપ્યું માર્ગદર્શન, ગણાવી સરકારની સિદ્ધિઓ
મોદી સરકાર આવ્યા પછીની વિદેશ નીતિ અંગે વિદેશ પ્રધાને યુવાનોને આપ્યું માર્ગદર્શન, ગણાવી સરકારની સિદ્ધિઓ

વડોદરા શહેરમાં અકોટા સયાજી ગૃહ ખાતે યુવાનો માટે રાઈઝિંગ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ (Rising India and the World) વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રિય પ્રધાન ડો. એસ જયશંકર પણ વિશેષ ઉપસ્થિત (s jaishankar foreign minister Vadodara Visit) રહ્યા હતા. અહીં તેમણે દેશમાં મોદી સરકાર આવ્યા પછીની વિદેશ નીતિ (foreign policy of india) અને વિશ્વમાં ભારતનું સ્થાન શું છે. તે અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે આ વિષય (Rising India and the World) અંગે ટૂ વે કમ્યુનિકેશનના આધારે યુવાનો સાથે વાતચીત કરી હતી.

યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવામાં સબંધ કામ આવ્યા

વિદેશ નીતિને લઈ વિદેશ પ્રધાનનો સંવાદ આ કાર્યક્રમમાં યુવાનોને માર્ગદર્શન આપતા વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે (s jaishankar foreign minister Vadodara Visit) જણાવ્યું હતું કે, હું અહીંયા એકલો નથી આવ્યો. મારી સાથે 52 રાજદૂતોને લાવ્યો છું. મોદી સરકારની ઉપલબ્ધીઓની વાત કરીએ તો, ઑપરેશન ગંગાથી (Operation Ganga) શરૂઆત કરીએ કે, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન અંદાજિત 20,000 વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓને દેશમાં લાવવા માટે ખૂબ મુશ્કેલીઓ પડી હતી. આ વિદ્યાર્થીઓને 90 વિમાન દ્વારા પરત લવાયા હતા. યુદ્ધ વચ્ચે 20,000 વિદ્યાર્થીઓને પરત લાવવા ખૂબ મુશ્કેલ બાબત હતી.

યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવામાં સબંધ કામ આવ્યા તેમણે વધુમાં ઉમેર્યું (s jaishankar foreign minister Vadodara Visit) હતું કે, મારા માટે આ અનુભવ એક ઉમદા રહ્યો છે. આ બાબતને લઈ વડાપ્રધાને વ્યક્તિગત ધ્યાન આપ્યું હતું. યુદ્ધ વચ્ચે સંબંધો કામ આવ્યા. બંને દેશોના વડાને ફોન કરી ફાયરિંગ રોકાવ્યું, જેથી તમામ પરત ફર્યા હતા. ભારતના ઝંડા હાથમાં લઈ અન્ય દેશીના વિદ્યાર્થી પણ નીકળી ગયા હતા.

પાસપોર્ટ મળવો થયો સરળ
પાસપોર્ટ મળવો થયો સરળ

પાસપોર્ટ મળવો થયો સરળ આજે પાસપોર્ટ મેળવવો સરળ બન્યો છે અને પાસપોર્ટ ખોવાઈ જાય તો પણ આજે સરળતાથી રિપ્લેસ મળી શકે છે. આ સરકારમાં કોઈ પણ દેશમાં કોઈ નાગરિકનો પાસપોર્ટ ખોવાઈ જાય તો નાગરિક પોતે સુરક્ષા મહેસુસ કરે છે કે, સરકાર મને અહીંથી દેશમાં લઈ જશે. ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાં શરણ મળતી હતી. તે આ સરકારમાં બંધ થયું. જ્યારે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું (Bullet Train Project) ઉદ્ઘાટન થશે ત્યારે આપણા વિચારો બદલાઇ જશે.

માર્ગદર્શન કાર્યક્રમમાં આ લોકો રહ્યા ઉપસ્થિત આ કાર્યક્રમમાં કેન્દ્રિય વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર (s jaishankar foreign minister), રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ (State Minister Jagdish Panchal), રાજ્ય પ્રધાન મનીષા વકીલ (State Minister Manisha Vakil), સાંસદ રંજન ભટ્ટ (MP Ranjan Bhatt), ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયૂર રોકડીયા, વડોદરા શહેર કલેક્ટર એ. બી. ગોર, પોલીસ કમિશનર, ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ભાજપ શહેર અધ્યક્ષ, એમ એસ યુનિવર્સીટીના કુલપતિ સહિત મોટી સંખ્યામાં યુવાઓની ઉપસ્થિતિ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.