ગુજરાત

gujarat

Opposition to the MP speech: સાંસદ દ્વારા જાહેરમાં અપશબ્દ બોલવા મુદ્દે મહેસૂલકર્મીઓ રોષમાં, આંદોલનની ચીમકી આપી

By

Published : Feb 23, 2022, 4:07 PM IST

માલોદમાં ડમ્પરની ટક્કરે દંપતિ અને બાળકનું મોત( Accident in Vadodara)થવા બાદ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવવાનો મામલો વકર્યો છે. મામલતદાર અને સર્કલ ઓફિસરને જાહેરમાં ખખડાવ્યાં બાદ મહેસૂલી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Opposition to the MP speech: માલોદના અકસ્માતમાં સાંસદે મામલતદારને અપ શબ્દો બોલતા મહેસુલ કર્મચારીઓમાં રોષ ફેલાયો
Opposition to the MP speech: માલોદના અકસ્માતમાં સાંસદે મામલતદારને અપ શબ્દો બોલતા મહેસુલ કર્મચારીઓમાં રોષ ફેલાયો

વડોદરા:કરજણ તાલુકાના માલોદમાં ડમ્પરની ટક્કરે દંપતી અને બાળકનું મોત(Couple and child killed in dumper collision in Malod )થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા( Bharuch MP Mansukh Vasava)અને પૂર્વ ધારાસભ્યએ મામલતદાર અને સર્કલ ઓફીસરને જાહેર તતડાવી બિભસ્ત ગાળો ભાંડતા મહેસૂલ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application form to the District Collector)પાઠવી સરકાર દ્વારા જો આવા પદાધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી(Opposition to the MP speech)કરવામાં નહીં આવે તો આંદોલનાત્મક પગલા લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

કલેકટરને આવેદનપત્ર

જાહેરમાં અપમાન તે તદ્દન અયોગ્ય અને નિંદનીય બાબત

કરજણના માલોદ ગામના વળાંક પાસે મંગળવારે ડમ્પરની( Accident in Vadodara)ટક્કરેપતિ-પત્ની અને બાળકના મોત ની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સાંસદ મનસુખ વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party ) પૂર્વ ધારાસભ્ય સતિષ નીસાળીયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી બેફામ ડ્રાઇવિંગ કરતા ડમ્પર ચાલકો સામે થયેલી કાર્યવાહીને પગલે સાંસદે કરજણના મામલતદાર એન.કે.પ્રજાપતિ અને સર્કલ ઓફિસરને જાહેરમાં તતડાવ્યા હતા. જેને લઈને સમગ્ર મહેસૂલી કર્મચારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ સાંસદ સભ્ય મનસુખ વસાવા પોતાનો રોફ જમાવવા અને લોકોને અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ઉશ્કેરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું વર્તન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચોઃPardi Highway Accident: પારડી હાઇવે પર બાઇક ચલાકને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત

પ્રસિદ્ધિ મેળવવા સાંસદે વર્તન કર્યું હોવાના આક્ષેપ

વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળના(Vadodara Revenue Employees Union) મહામંત્રી પ્રદિપસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈપણ સંસદ સભ્ય દ્વારા અથવા તો ધારાસભ્ય કે કોઈ પણ પદાધિકારીઓ એ ક્યારેય પણ આ રીતે કર્મચારી અધિકારી કે કોઈપણ પ્રજાજન જોડે આવી રીતે ગેરવર્તણૂક ક્યારે પણ ના કરવી જોઈએ. અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે રીતના જાહેરમાં અપમાન કરવામાં આવ્યું છે.તે તદ્દન અયોગ્ય બાબત છે નિંદનીય બાબત છે.

અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મામલતદારનું અપમાન કર્યું

આથી જે તમામ અધિકારીઓ કર્મચારીઓ છે કે જે કામ કરે છે. તેમના કામ કરવાના મનોબળ ઉપર વિપરીત અસર થાય છે. એટલે આવી બાબત ક્યારેય સાંખી ન શકાય.સંસદ સભ્ય દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે, કે જે ટ્રકો જઈ રહી છે. ડમ્પર જઈ રહ્યા છે તે ઓવરલોડેડ છે. તે તમામ બાબત ખાણ ખનીજ વિભાગની છે તેને લગત છે. સીધો સંપર્ક ખાણ ખનીજ વિભાગનો છે. એમાં મામલતદારનો કોઈ રોલ હોતો નથી તેમ છતાં પણ ખોટી રીતે સંસદ સભ્ય દ્વારા જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મામલતદારનું અપમાન કર્યું છે.જે એકદમ ખેદ જનક બાબત છે.આજે અમે મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આગામી દિવસોમાં અમે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ છે. ત્યાં પણ આવેદનપત્ર આપ્યું છે. જો તે ગુજરાત લેવલે કાર્યક્રમ જાહેર કરશે તે પ્રમાણે આગળનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃMass rape incident in Bharuch: ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું

ABOUT THE AUTHOR

...view details