વડોદરામાં ટેમ્પો ચાલકે 16 માસના બાળકને કચડી નાખ્યો

author img

By

Published : May 10, 2021, 7:10 PM IST

Baroda

વડોદરામાં ટેમ્પો ચાલકે બેદરકારી પૂર્વક ગાડી હંકારતા 16 માસના માસુમ બાળકને કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

વડોદરા આજવા રોડ સ્થિત લક્ષ્મીનગરમાં ગઈકાલે બનેલી ઘટના

મરઘી ભરેલા ટેમ્પો ચાલકે બેદરકારી પૂર્વક ટેમ્પો ચલાવતા 16 માસના બાળકને કચડી નાખ્યો

સમગ્ર ઘટના નજીકમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઇ

વડોદરા: કોને ખબર હતી કે માતૃત્વ દિવસે જ એક માઁને તેના વ્હાલસોયા માસૂમ પુત્રને ખોવાનો વારો આવશે. 16 માસનો માસૂમ હજી તો માંડ તેની માતાની આંગળી છોડી પા… પા… પગલી માંડી ચાલતા શીખ્યો હતો. તેવામાં કાળ બનીને આવેલા ટેમ્પો ચાલકે માસુમને ટાયર નિચે કચડી નાખતા ઘરને ચીરાગ બુજાઇ ગયો હતો. આ કિસ્સામાં ટેમ્પો ચાલકની તો બેદરકારી છે જ, તેની સાથે બાળકોને એકલા રમવા છોડી મુકતા માતા-પિતા માટે પણ ચેતવણી સમાન કિસ્સો છે.

16 માસના માસુમ બાળકને કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

શહેરના આજવા રોડ સ્થિત લક્ષ્મીનગર એક્તાનગર ખાતે રહેતા 33 વર્ષીય હમીદઉલ્લા જીઆઉલ્લા અંસારી ઘરેથી સીલાઇ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની 6 વર્ષની દિકરી 6 બાળકી અને 16 માસના પુત્ર હમ્માદ હાસીમ હતો. આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં હમીદઉલ્લાનો માસુમ પુત્ર તેમના ઘરે પાસે એકલો રમી રહ્યો હતો. આ સમયે તેની સાથે બહેન કે માતા-પિતામાંથી કોઇ હાજર ન હતુ. દરમિયાનપૂર્વક મરઘી ભરેલા ટેમ્પો ચાલકે બેદરકારી પૂર્વક ગાડી હંકારતા 16 માસના માસુમ બાળકને કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે, આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઉપરોક્ત ઘટના CCTVમાં કેદ થતાં જોઇ શકાય છે કે, 16 માસનો માસુમ બાળક ઘર પાસે રમતા-રમતા મરઘી ભરીને ઉભેલા ટેમ્પો પાસે પહોંચી જાય છે. જ્યાં એક શખ્સ તે બાળકને જોવે પણ છે. જ્યારે બીજી તરફ ટેમ્પોનો ડ્રાઇવર આવી ઉતાવળે ટેમ્પો હંકારી દે છે અને ટેમ્પો આગળ રમી રહેલા બાળક ઉપર ટાયર ફરી વળે છે. આ ઘટનાને નજરે જોનાર એક યુવક બુમ પાડતા ટેમ્પો ચાલક થમી જાય છે. જોકે, ઘટના અંગે બાળકના માતા-પિતાને જાણ થતાં પુત્રને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકની તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવે છે. બનાવને પગલે બાપોદ પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.