ગુજરાત

gujarat

Gujarat Junior Clerk Paper Leak: બે આરોપીઓ વડોદરાની હોટલમાં રોકાયા હતા, સાડા ત્રણ કલાકમાં જ અટકાયત

By

Published : Jan 29, 2023, 3:44 PM IST

રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરી
રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરી

આજે રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે. સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હતા. રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક

વડોદરા: આજે રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું. જે બાદ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે.

અપ્સરા હોટલમાં રોકાયા આરોપીઓ:આ પરીક્ષાનું પેપર લીક કરવા મામલે સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હતા. આ હોટલમાં ગતરાત્રે જ તેઓએ રૂમ બુક કરાવ્યો હતો. રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરીને હોટલ પર પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરી

15 જેટલા લોકોની અટકાયત:આ વખતે પેપરલીક કાંડનું એપીસેન્ટર વડોદરા બન્યું છે. વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસને સીલ કરાવામાં આવ્યું છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી ઝડપેલા એક આરોપી પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું.

કોચિંગ ક્લાસના સંચાલકની સંડોવણી:આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. ATS દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોના CCTV આવ્યા સામે છે. એટીએસ દ્વારા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો:Junior clerk exam paper leak: વડોદરા એપી સેન્ટર, કોચિંગ ક્લાસમાં તપાસ કરતા પેપર મળ્યા

વડોદરાની અપ્સરા હોટલના મેનેજરે જણાવ્યું કે, રાત્રે મારી ડ્યુટી ન હતી. રાત્રે નાઇટ મેનેજર બીજા હતા. સવારે હું આવ્યો ત્યારે મને રાતનો મેસેજ મળ્યો. રાત્રે 9 વાગ્યે આ માણસો અમારી હોટલમાં પોતાના આઇડી આપીને રૂમ નંબર 4 આપ્યો હતો. સરકારી નિયમોને અમે અનુસરીને અમે રૂમ આપ્યા હતા. પછી 12 વાગ્યે તે લોકો કામ અર્થે નીકળ્યા હતા. અડધો કલાકમાં પોલીસ તેમને પકડીને લઇ આવ્યા હતા. તેમનો રૂમ ચેક કર્યો, સામાન, ચોપડા વગેરે ચેક કર્યું હતું. જેમના નામ પ્રદિપ નાયક, અને નરેશ મોહંતી હતા. એકનું આઇડી ઓરિસ્સા અને અન્યનું આઇડી હજીરા સુરતનું હતું.

આ પણ વાંચો: Junior Clerk Exam Paper Leaked: પેપર રદ્દ થતા ઉમેદવારોનો આક્રોશ સાતમા આસમાને

આગામી 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગુજરાત ATSએ માહિતી આપી કે આગામી 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. એક આરોપી પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. આ મામલે શિક્ષણ પ્રધાને જણાવ્યું છે કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં લેવામાં આવ્યો છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details