ETV Bharat / state

કીમ પોલીસનો સપાટો, મોડી રાત્રે આડેધડ પાર્ક કરાયેલ 28 બાઈક્સ ડીટેન કર્યા - Surat Crime News

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 8:47 PM IST

કીમ પોલીસે મોડી રાત્રે આડેધડ પાર્ક કરાયેલી 28 બાઈક્સ ડીટેન કરીને બેદરકાર બાઈક ચાલકોને પાઠ ભણાવ્યો હતો. કીમ પોલીસના આ ટાસ્કથી બાઈક ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. Surat Crime News

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ કીમ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક કિસ્સાઓમાં બાઈક ચાલકો દ્વારા જ બેદરકારીપૂર્વક બાઈકમાં ચાવી મુકવી તેમજ આડેધડ જાહેરમાં પાર્કિંગ કરવામાં આવ્યું હતું. જેથી ચોરોને બાઈક ચોરવામાં સરળતા રહે છે. કીમ પોલીસે બાઈક ચોરીના મામલે એકશન મોડ અપનાવ્યો હતો. પીએસઆઈ વી.આર.ચોસલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મીઓએ આડેધડ અને જાહેર માર્ગો પર ખોટા સ્થળોએ પાર્ક કરાયેલ 28 બાઈક્સ ડીટેન કરી લીધા છે.

સમગ્ર ઘટનાક્રમઃ કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચોસલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મીઓએ આડેધડ બાઈક પાર્ક કરતા બાઈક ચાલકોને પાઠ ભણાવ્યો છે. કીમ પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારો જેવા કે મુન્ના એજન્સી, સમૂહ વસાહત નગર, આશીયાના નગરમાં પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. ઉપરોક્ત વિસ્તારોમાં કેટલાક બાઈક ચાલકો દ્વારા જાહેર રસ્તાઓ તેમજ સોસાયટીઓમાં અડચણરૂપ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. જેનાથી લોકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બેદરકાર વાહન ચાલકોની શાન ઠેકાણે લાવા માટે કીમ પોલીસે ઉપરોક્ત વિસ્તારમાંથી કુલ 28થી વધુ બાઈક્સ ડીટેન કર્યા હતા.

બાઈક પરત કરતી વખતે સૂચનાઃ કીમ પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને કુલ 28થી વધુ બાઈક્સ પોલીસ સ્ટેશનમાં જમા કરી દીધા. લાપરવાહ બાઈક ચાલકો કીમ પોલીસ મથકે દોડી આવ્યા અને બાઈક પરત મેળવવા કાકલુદી કરતા જોવા મળ્યા હતા. કીમ પોલીસે આવા વાહન ચાલકો વિરૂધ જરૂરી કાર્યવાહી હાથ ધરી, વાહનના દસ્તાવેજો ચકાસી, ફરીથી આવું ન કરવાની જરૂરી સુચનાઓ આપીને બાઈક પરત કર્યા હતા.

રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઘણા બાઈક્સ બેદરકારી પૂર્વક પાર્ક કરેલા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તમામ બાઈક કીમ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. વાહન ચાલકોને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ બાઈકનો કબજો સોંપવામાં આવ્યો હતો...નિલેશભાઈ(જમાદાર, કીમ પોલીસ સ્ટેશન)

  1. Bharuch Crime News: બાઈક સ્ટંટને કારણે ભરુચનો યુવક મુશ્કેલીમાં મુકાયો, પોલીસે કરી ધરપકડ અને કોર્ટે જામીન પણ ન આપ્યા
  2. ખેડામાં લોકડાઉનના ભંગ બદલ 150 બાઈક ડિટેઇન કરાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.