ગુજરાત

gujarat

વડોદરા જિલ્લામાં વીજ કર્મીઓના દરોડા, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ

By

Published : Jan 18, 2020, 7:37 PM IST

વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ તથા વલણ ગામોમાં વીજ ચેકિંગ ટીમોએ ત્રાટકીને રૂપિયા 28 લાખની વીજચોરી ઝડપી પાડી હતી. અચાનક વીજ કર્મચારીઓએ દરોડા પાડતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો હતો.

etv
વીજ ચેકિંગ ટીમોએ ત્રાટકીને રૂપિયા 28 લાખની વીજચોરી ઝડપી પાડી

વડોદરા જિલ્લાના સરહદી ગામો સાંસરોદ તેમજ વલણમાં શનિવારે વહેલી સવારે GUVNLની 56 જેટલી વીજ ચેકિંગ ટીમો ત્રાટકતા મીઠી નિંદ્રા માણી રહેલા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

પોલીસ કાફલા સાથે ત્રાટકેલી વીજ ચેકિંગ ટીમોએ સાંસરોદ તથા વલણ ગામમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. સાંસરોદમાં તેમજ વલણ ગામમાંથી 60 જેટલા વીજ જોડાણમાં ગેરરીતી જોવા મળી હતી. વીજ ચેકિંગના પગલે ગ્રામજનો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા.

વડોદરાઃ જિલ્લામાં વીજ કર્મીઓના દરોડા, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ

ઉપરોક્ત બંને ગામોમાં થઇ અંદાજિત 28 લાખની વીજચોરી ઝડપાઇ હતી. 56 જેટલી GUVNLની વીજ ટીમોના સધન વીજ ચેકિંગના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. સાંસરોદ તથા વલણ ગામમાં મોટા પોલીસ કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાતા બંને ગામો જાણે કે, પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર વીજ ચેકિંગ દરમ્યાન કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બની ન હતી અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર વીજ ચેકિંગ ઓપરેશન પૂર્ણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details