ગુજરાત

gujarat

Vadodara News: સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 3:35 PM IST

Updated : Aug 26, 2023, 5:37 PM IST

વડોદરામાં સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક સામેના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. સગીરાના લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા. 2 વર્ષ બાદ સગીરાને સાસરિયે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચાર દિવસ માટે આ સગીરા સાસરીમાં ગઈ હતી. ત્યારે સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. રાજુ ઉર્ફે કાળીદાસ રામાભાઇ ઠાકરડાએ સગીરાને લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યું હોવાનું સાબિત થયું હતું.

સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક સામેના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ
સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક સામેના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક સામેના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

વડોદરા:બળાત્કારના બનાવોમાં સતત વધી રહ્યા છે. ત્યારે 2018માં સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે સગીરાની સાથે પ્રેમ સંબંધ બાંધીને બળાત્કાર કરીને ગર્ભવતી બનાવવાનો ગુનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાદરવા પોલીસે રાજુ ઉર્ફે કાળીદાસ રામાભાઇ ઠાકરડા ગામના રહેવાસી છે. તેમના સામે વિવિધ કલમો હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આ કેસના આરોપીને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.

મરજી વિરુદ્ધ બળાત્કાર: સગીરાના લગ્ન વડોદરાના કરજણમાં થયા હતા. પરંતુ સગીરાની ઉંમર નાની હતી. જેના કારણે બે વર્ષ બાદ સગીરાને સાસરીમાં મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ અગમ્ય કારણોસર ચાર દિવસ માટે આ સગીરા સાસરીમાં ગઈ હતી. ત્યારે તપાસ કરતાં સગીરા ગર્ભવતી હોવાનું જાણતા સગીરાને પિયરમાં મૂકી ગયા હતા. પરંતુ પરિવારજનોની પૂછપરછ કરતા આરોપી રાજુ સગીરાને લગ્નની લાલચ આપીને વિવિધ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી સગીરાને પાલેજ ખાતે હેલ્થ સેન્ટરમાં ડોક્ટર સૈયદ સમસુદ્દીન સમસુદ્દીન પાસે લઈ જઈને ગર્ભપાત કરાયો હતો. ત્યારબાદ સગીરાનું મોત થયું હતું. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીએ બળાત્કાર આચર્યું હોવાનું સાબિત થયું હતું.

વગરના ડિગ્રીના ડોક્ટર: જાણવા મળતી માહિતી મુજબ પાલેજના હેલ્થ સેન્ટર શાખ ખાતે ડોક્ટર સૈયદ સમસુદ્દીન લાયકાત ના હોવા છતાં ગર્ભપાત માટેની સારવાર કરી હતી. તેમની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવતી હોવાનું પુરવાર થયું હતું. આમ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાજુને તક્ષશિરવાદ ઠેરવ્યો હતો. રૂપિયા 25,000 નો દંડ તેમજ જિલ્લા વિક્ટિમ કોમ્પેન્સેશન કમિટીને પીડિતાના પરિવારને ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. તેમ જ ડોક્ટર સૈયદ સમસુદ્દીન સમસુદ્દીન વિરુદ્ધ તપાસ કરવાની અને ગુજરાત મેડિકલ કાઉન્સિલરને પણ ન્યાય તપાસ કરવાનો અને કાર્યવાહી કરવાનો હુકમ કોર્ટ ફરમાવ્યો હતો.

વગર ડિગ્રીના ડોક્ટર સામે ક્યારે કાર્યવાહી ?: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બનેલી આ ઘટનાને લઈને‌ એક ચર્ચાનો વિષય બને છે કે સમગ્ર ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ડિગ્રી વગરનો ડોક્ટર પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના કારણે તેનો ભોગ આમ નાગરિક બનવું પડે છે. તો આવા ડોક્ટર સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

Vadodara News: વડોદરાની SSG હોસ્પિટલમાં હોબાળો, તબીબો હડતાળ પર ઉતર્યા!

Vadodara News: કરોડોના ડીઝલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ, જવાહરનગર પોલીસે વડોદરાના જાણીતા વકીલને ઝડપ્યો

Last Updated : Aug 26, 2023, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details