ગુજરાત

gujarat

Vadodara News: વડોદરા ખાતે સંકલન બેઠક, ગુજરાતના વિકાસ અને લોકોના પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા

By

Published : Apr 9, 2023, 4:33 PM IST

Updated : Apr 9, 2023, 4:39 PM IST

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરાઈ હતી.

Vadodara News:
Vadodara News:

વડોદરા ખાતે સંકલનની બેઠકનું આયોજન

વડોદરા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા એક નવતમ અભિગમ રૂપે ગુજરાત પ્રદેશના તમામ મહાનગરો અને જિલ્લાની અંદર એક વિશેષ પ્રકારની બેઠક શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરાનાં વરણામા નજીક આવેલા ત્રિમંદિર ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકર્તાઓના યોજાયેલ સંમેલનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

ગુજરાતના વિકાસ અંગે ચર્ચા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લામાં સંકલન બેઠક યોજવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તમામ લોકો સાથેનો એક સંકલન તેમજ તમામ ક્ષેત્રના આગેવાનો સાથે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાતને કઈ દિશામાં આગળ ધપાવવું તે માટે બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચો:Surat News: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે, કોરોનાને લઈ આપ્યા સૂચન

લોકકલ્યાણના કામો તેજ ગતિએ: મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે અને ગુજરાતને પાંચ વર્ષમાં વિકાસની નવીન દિશા આપવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. હવે રાજયમાં અનેક વિકાસનાં અને લોકકલ્યાણના કામો તેજ ગતિએ થનાર છે. સરકાર કરોડો રૂપિયાનાં ખર્ચે નવાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાં કરી વિકાસને વેગ આપવા પ્રયત્ન કરી રહી છે. સરકારનાં આ કામોની વાત કાર્યકરોએ જન જન સુધી પહોંચાડવાની છે.

જનસમસ્યાનું નિરાકરણ: વધુમાં જણાવતાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ભાજપનાં કાર્યકર્તાનું કામ ચૂંટણીલક્ષી ન હોવું જોઈએ પરંતુ જનસમસ્યાના નિરાકરણ તરફી હોવું જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આવા કર્મઠ કાર્યકર્તાઓની રજૂઆત શાંતિથી સાંભળવાની અને તેને યોગ્ય રીતે ઉકલેવા જોઈએ તેવી શીખ આપી હતી. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર તત્પર છે. સંગઠનના પદાધિકારીઓ દ્વારા રજૂ થતી લોકસમસ્યાઓનું પણ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે. જનસમસ્યાના નિરાકરણ કરવું એ ભાજપ માટે ચૂંટણીલક્ષી કામ નથી પરંતુ ભાજપ આ કામ સદાથી કરતો આવ્યો છે.

ગુજરાતના વિકાસ અંગે કરાઈ ચર્ચા: કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને હજી ઘણીવાર છે. પરંતુ ગુજરાતના વિકાસને કઈ રીતે આગળ ધપાવો તે માટે આ એક સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બેઠકની અંદર ગુજરાતને કઈ દિશામાં આગળ વધારવું તે માટે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોને સાંભળવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

લોકોના પ્રશ્નો અંગે મંથન: ઉપરાંત જિલ્લામાં વિકાસની વિવિધ કામગીરીને કઈ રીતે વેગ આપી શકાય એ દિશામાં વિવિધ સ્તરની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સુખ સુવિધા કેવી રીતે મળે, સરકારને વિકાસને વેગ વધુ કેવી રીતે આપી શકે સરકાર છેવાડાના લોકો સુધી કેવી રીતે પહોંચે, લોકોના અટકેલા કામો કેવી રીતે કરી શકાય તે માટે મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક જિલ્લામાં એક દિવસ આ પ્રકારની સંકલન બેઠકનું આયોજન કરવામાં છે.

Last Updated : Apr 9, 2023, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details