ગુજરાત

gujarat

વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા,કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યાં

By

Published : Oct 4, 2021, 7:54 PM IST

વડોદરામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. શહેરના 15 વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારમાં નવનિયુકત પ્રધાનો ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની ઝલક જન-જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યાં છે.

વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા,કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યાં
વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા,કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યાં

  • વડોદરામાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની હાજર રહ્યાં હતા
  • શહેરના વિવિધ રૂટો પર જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી
  • નવનિયુકત પ્રધાનો જન આશીર્વાદ યાત્રા થકી લોકો સુધી વિકાસની ઝલક પહોંચાડવા પ્રવાસ

વડોદરાઃ શહેરમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. આ જન આશીર્વાદ યાત્રા વડોદરા શહેરના ચાર વિધાનસભા મતવિસ્તારમાં ફરી હતી. જન આશીર્વાદ યાત્રા'નું ઠેર ઠેર સ્વાગત શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, શહેરના 15 વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા જિલ્લામાં આજે મહેસુલ અને કાયદા મંત્રીના વડપણ હેઠળ આ જન આશીર્વાદ યાત્રા વડોદરા શહેરના ચાર વિધાનસભા મતવિસ્તારમાં ફરી હતી. જેમાં કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

વડોદરા માં ભારતીય જનતા પક્ષની જન આશીર્વાદ યાત્રા

વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પક્ષની જન આશીર્વાદ યાત્રા શરૂ કરાવી હતી. 'જન આશીર્વાદ યાત્રા'નું ઠેર ઠેર સ્વાગત શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સામાન્ય જનતા સામે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જોહુકમી કરતું પોલીસ તંત્ર આ યાત્રામાં આટલી મોટી ભીડ અને માસ્ક ઘરે ભૂલી આવનાર નેતાઓ સામે મૂક પ્રેક્ષક બની હતી.સરકારમાં નવનિયુકત પ્રધાનો ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની ઝલક જન-જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે.

વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા

શહેરના 15 વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરવામાં આવ્યું

ત્યારે વડોદરા ખાતે જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. શહેરના 15 વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજ્યું હતું. ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહિતની જવાબદારી સંભાળી હતી. આજે કારેલીબાગ, રાવપુરા અને સયાજીગંજ વિસ્તારમાં જન આશીર્વાદ યોજવામાં આવી હતી.

નેતાઓ કોરોના ગાઈડલાઈન ભંગ કરતા જોવા મળ્યા

કોરાનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય જનતા માટે જ રાજકીય નેતાઓ જાહેરમાં કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે. વડોદરામાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં ભારે જનમેદની વચ્ચે નેતા- કાર્યકર્તાઓ માસ્ક વગરના જોવા મળ્યા હતા. જનતાના રૂપિયાએ કોરોનાની ગાઈડલાઈનના પાલન અને જનજાગૃતિ માટે કરોડોના ખર્ચે હોર્ડિંગ્સ લગાવાય છે. જનતા તો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે છે. પરંતુ નેતાઓ વારંવારએ સવાલ ઉઠાવવા માટે મજબૂર કરે છે કે શું નિયમો માત્ર સામાન્ય માણસ માટે છે? શું નેતા બની ગયા એટલે તમને કોઈ કહેવા વાળું નથી?

આ પણ વાચોઃગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગ વચ્ચે કોણ મારશે બાજી ?

આ પણ વાચોઃગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો

ABOUT THE AUTHOR

...view details