ગુજરાત

gujarat

Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું

By

Published : Feb 23, 2023, 11:05 AM IST

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું આપ્યું છે. કહ્યું શાંતિના આ યજ્ઞમાં મારા પદોની આહુતિ આપવાથી બરોડા ડેરીમાં શાંતિ સ્થાપિત થતી હોય તો હું સ્વાગત કરું છુ. જોકે, આ મામલે અંદર ખાને કોઈ મોટું રાજકારણ થયું હોય એવી પણ ચર્ચા થઈ રહી છે.

Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું
Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું

વડોદરા: બરોડા ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી સવાલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ બરોડા ડેરી ચર્ચામાં રહી છે. આ આક્ષેપોના જવાબો બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ જી બી સોલંકીએ આપ્યા હતા.

જાહેરાત કરી:બરોડા ડેરી સામે પશુપાલકોના દૂધના કિલો ફેટના ભાવ વધારો ન થતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત બે ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં પશુપાલકો મળીને બરોડા ડેરી સામે ધરણાં કર્યા હતા. ગેટ કૂદીને સત્તાધીશોને રજુઆત કરી શાંતિભંગ કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારે એકાએક બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ જી બી સોલંકીએ મીડિયા સમક્ષ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

આ પણ વાચો Gujarat High Court: વડોદરા વ્હાઈટ હાઉસ ડિમોલિશનને અટકાવવા થયેલી અરજી HCએ ફગાવી, કહ્યું - લેન્ડગ્રેબર્સને રક્ષણ ન મળે

આ અંગે મીડિયા સમક્ષ આવી કહ્યું કે, હું બરોડા ડેરીમાં છેલ્લા 20 વર્ષથી ડિરેક્ટરની સેવાઓ આપું છુ. છેલ્લા 8 વર્ષથી બરોડા ડેરીમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું.જે રીતે અમારે શાંતિપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં બરોડા ડેરી સાથે અને પશુપાલકો સાથે યોગ્ય કામ કરવું જોઈએ. જે માહોલ કેટલા સમયથી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ આજ રોજ બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ તેમજ આ સંઘના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપું છું--જી.બી.સોલંકી

આ પણ વાચો Vadodara Crime: ગરીબોના હક પર તરાપ, વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઝડપાયો 1 લાખનો જથ્થો

રાજકીય દબાણ નથી:બરોડા ડેરીમાં શાંતિ સ્થાપય તે માટે મેં રાજીનામું આપ્યું છે. મને કોઈનું પણ દબાણ નથી.મને ભારતીય જનતા પાર્ટીનું કે કોઈ ધારાસભ્યનું પણ દબાણ નથી મે જાતે નિર્ણય લીધો છે. હું સ્વેચ્છાએ રાજીનામુ આપું છું. મને કોઈ પણ રાજકીય દબાણ નથી.પરંતુ આ શાંતિના યજ્ઞમાં મારા પદોની આહુતિ આપવાથી બરોડા ડેરીમાં શાંતિ સ્થાપિત થતી હોય તો હું સ્વાગત કરું છું. જે કોઈ આઆવનાર પ્રમુખ કે ઉપપ્રમુખ બનશે તેમને હું સહકાર આપીશ. ડિરેક્ટર તરીકે હું બરોડા ડેરીમાં કામગીરી કરીશ. આવનાર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો જ હશે તેવું સ્પષ્ટ કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details