ગુજરાત

gujarat

Tapi Rain : તાપી જિલ્લાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો, સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું

By

Published : Jul 1, 2023, 8:02 PM IST

તાપી નજીક આવેલો સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદ છવાયો છે. હાલ ડેમમાં પાણીનો જથ્થો વધતા ડેમની પૂર્ણત સપાટીથી બે ફૂટ પરથી પાણી જઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ડેમની આસપાસ વસતાં ગામોને એલર્ટ પણ કરાયા છે.

Tapi Rain : તાપી જિલ્લાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો, સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું
Tapi Rain : તાપી જિલ્લાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો, સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું

તાપી : જિલ્લામાં ભારે વરસાદના પગલે ડોસવાડા ડેમ ઓવરફ્લો થયા છે. ડોસવાડા ડેમ આશરે 112 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવી રહ્યું છે. ત્યારે આજે તાપી જિલ્લાનો ઐતિહાસિક રાજા રજવાડા સમયનો ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. સોનગઢમાં આવેલા રજવાડી સમયનો ડોસવાડા ડેમ સીઝનના પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થયો છે. જેને લઈને ડેમની આસપાસના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો

ડેમની સપાટી : ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ડેમની પૂર્ણત સપાટી 123.44 મીટર છે, જ્યારે હાલ ડેમમાં પાણીનો જથ્થો વધતા ડેમની પૂર્ણત સપાટીથી બે ફૂટ પરથી પાણી જઈ રહ્યું છે, ત્યારે પાણીની આવક 5,944 ક્યુસેક છે, ત્યારે જાવક 5,944 ક્યુસેક પાણી જથ્થો ડેમ પરથી વહી રહ્યું છે.

રજવાડી ડોસવાડા ડેમ : ઈસ 1912ની સાલમાં ગાયકવાડ સરકાર દ્વારા આ રજવાડી ડેમ ડોસવાડા ગામે મીંઢોળા નદી પરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વ્યારા શહેરના લોકોને પીવાનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જે બાદ સિંચાઈ વિભાગના હસ્તે આવતા 15થી વધુ ગામોના ખેડૂતો અને પશુપાલકો સહિત લોકો માટે ડેમનું પાણી ઉપયોગી નીવડી રહ્યું છે.

ડેમની ઊંચાઈ : ગાયકવાડના બરોડા સ્ટેટ શાસનકાળ દરમિયાન ડેમ બાંધવામાં આવ્યો હતો. જેની ઊંચાઈ 10.5 મીટર અને તેની લંબાઈ 777 મીટર ધરાવતા આ આડબંધની કુલ સંગ્રહ ક્ષમતા 4.746 મિલિયન ઘન મીટર છે. તે 24.49 માઈલ વિસ્તારને કવર કરી 502 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડે છે.

ઓવરફ્લો થતા લોકોમાં ભય : ડેમ ઓવરફ્લો થવાથી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે આસપાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એક તરફ ડેમની આસપાસના ગામોના લોકોમાં ડેમ ઓવરફ્લો થવાથી ભયનો માહોલ પણ ઉભો થયો છે, ત્યારે બીજી તરફ લોકોને ખુશી પણ છે કે બારેમાસ સુધી ખેતી, પશુપાલકો અને ઘર વપરાશ માટે પૂરતું પાણી મળી રહેશે.

લોકોમાં હાશકારો : ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે પહેલા વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થાય ગયો છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે ડેમને કારણે અનેક ખેડૂતોને ખેતીમાં ડેમનું પાણી ઉપયોગી બને છે. અનેક ખેડૂતો માટે જીવાદોરી સામાન આ ડોસવાડા ડેમ છે અને તેના દ્વારા તેમના પાકને પૂરતું પાણી મળી રહેશે.

  1. Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા
  2. Kutch Rain : અંજારમાં બારે મેઘ ખાંગા, રોડ રસ્તા ગાયબ થઈને નદીઓમાં ફેરવાયા, અનેેક લોકો ફસાયા
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર

ABOUT THE AUTHOR

...view details