ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર પાટડીમા પોલીસ પર 2 શખ્સોએ હુમલો કર્યો

By

Published : Apr 25, 2020, 9:54 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિમાં જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, ત્યારે પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન પોલીસ કર્મચારી સાથે પ્રતાપ જગાભાઈ વનપરા ઠાકોર, પુંજા વિઠ્ઠાભાઈ મુલારીયા ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતાં તેને અટકાવીને બિનજરૂરી રીતે બહાર ન આવવા કહ્યું હતુ. આથી બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ પોલીસ ઉપર લાકડી વડે હૂમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી.

સુરેન્દ્રનગર પાટડીમા પોલીસ પર 2 શખ્સોએ કર્યો હુમલો
સુરેન્દ્રનગર પાટડીમા પોલીસ પર 2 શખ્સોએ કર્યો હુમલો

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિમાં જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, ત્યારે પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન પોલીસ કર્મચારી સાથે પ્રતાપ જગાભાઈ વનપરા ઠાકોર, પુંજા વિઠ્ઠાભાઈ મુલારીયા ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતાં તેને અટકાવીને બિનજરૂરી રીતે બહાર ન આવવા કહ્યું હતુ. આથી બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ પોલીસ ઉપર લાકડી વડે હૂમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવમાં બંને શખ્સોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંને શખ્સો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરને મોકલાતા બંનેના વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. પોલીસે બંનેની પાસા ધારા હેઠળ અટકાયત કરી કોવીડ-19 અન્વયે જરૂરી મેડીકલ તપાણી કરાવી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત મોકલવામાં આવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details