ગુજરાત

gujarat

Zardosi Work Training : સુરતમાં જરદોસી વર્ક તાલીમ પ્રાપ્ત કરી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 7:47 PM IST

આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જે ઉપલક્ષે સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જરદોસી વર્ક અને હેન્ડ વર્કની તાલીમ આપવામાં આવી રહી છે.

Zardosi Work Training
Zardosi Work Training

સુરતમાં જરદોસી વર્ક તાલીસ પ્રાપ્ત કરી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા 60 જેટલી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ વિવિધ યોજનાઓ થકી સુરતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અમી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળી ખાસ ટ્રેનિંગ અપાવી રહી છે. સુરતમાં મહિલાઓ જરદોસી ટ્રેનિંગ મેળવી આ કળાના માધ્યમથી સંગઠિત ક્ષેત્રમાં યોગદાન આપે તે હેતુથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

મહિલાઓ માટે ખાસ તાલીમ :ટેક્સટાઈલ નગરી સુરતમાં મહિલાઓ ઘરગથ્થુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાડીમાં ટીલી ટીકા વર્ક કરી મહિલાઓ રોજગારી મેળવી રહી છે. ઘણી મહિલાઓ જરદોસી કામ કરે છે. પરંતુ આ મહિલાઓને સુનિયોજિત રીતે એક કરી વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેનિંગ આપી પગભર કરવી જરૂરી છે. જે માટે ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ દ્વારા વિવિધ યોજના હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સુરતની મહિલાઓ દ્વારા કાપડમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ હવે દેશભરમાં ખ્યાતનામ બની રહી છે. ઉપરાંત આ વસ્તુઓ બદલ સારું વળતર પણ મેળવી રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારની મહિલાઓ દર્શનાબેન જરદોશની આગેવાનીમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.

જરદોસી વર્ક તાલીમ

17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વિશ્વકર્મા યોજના દેશભરમાં લાગુ થશે. પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થશે. જેમાં સુરત પણ બાકાત નથી. સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓને રોજગારી મળે તેવા પ્રયાસ છે. -- દર્શના જરદોશ (કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન)

જરદોસી વર્ક તાલીમ :આ અંગે અમી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવના દેસાઈએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ લેનારને 45 દિવસ બાદ રુ. 13500 મળશે. હેન્ડ વર્ક અને જરદોસ વર્ક મહિલાઓને શીખવવામાં આવશે. મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડ વર્ક અને જરદોસી વર્કને એક્સીબીશનમાં મુકવામાં આવશે. સામગ્રી વેચાણના રૂપિયા જે તે મહિલાને આપવામાં આવશે. સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા 60 જેટલી મહિલાઓને આત્મનિર્ભર બનશે. આ 60 મહિલાઓને 6 ટીચર ટ્રેનિંગ આપશે.

  1. Ashadeep Charitable Trust : જૂનાગઢના મનોદિવ્યાંગ બાળકોના દિવ્ય હાથ કરશે તમારા ઘરને રોશન
  2. Ahmedabad News : દિવ્યાંગોની જુબાને છે ધરમશી રબારીનું નામ, દિવ્યાંગોની દિવસરાત કરે છે મદદ

ABOUT THE AUTHOR

...view details