ગુજરાત

gujarat

સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

By

Published : May 28, 2022, 6:41 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)પહેલા પાર્ટીના નેતાઓ દ્વારા પક્ષપલટો થતો રહ્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. હવે હાર્દિક પટેલ અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાય તો કઈ પાર્ટીને કેટલો ફાયદો થઈ શકે છે. આવો જાણીએ સુરતના રત્નકલાકારો આ બન્ને વિશે શું કહી રહ્યા છે.

સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...
સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

સુરતઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)અલગ-અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પક્ષપલટો થતો હોય છે. એમાં કોંગ્રેસ માંથી હાર્દિક પટેલે (Hardik Patel)રાજીનામું આપ્યું છે અને હવે ભાજપમાં જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ કોંગ્રેસમાં (Gujarat Congress)જોડાશે તેવી વાતો બહાર આવી રહી છે. ગુજરાતમાં હાલ રાજકારણમાં ખુબ જ બદલવા જોવા મળી રહ્યો છે. કારણકે હાલ થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે.

રત્નકલાકારો

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું -હાલ તમામ પાર્ટીઓ દ્વારા અત્યારથી પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાં થોડા દિવસ પહેલાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ એવી વાતો ચાલી રહી છે કે, હાર્દિક પટેલ ટૂંકા સમયમાં ભાજપમાં જોડાશે. બીજી બાજુ નરેશ પટેલ (Naresh Patel)જેઓ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક અગ્રણી છે તેમને લઈને આવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે.

આ પણ વાંચોઃગુજરાતમાં આવીને કૉંગ્રેસના નેતાઓ શું કરે છે, હાર્દિક પટેલે કર્યો ખૂલાસો

હાર્દિક પટેલ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા -હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો મને કોઈ ફાયદો થઇ શકે નહિ. કારણકે પહેલા પાસમાં હતા ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા. પાસમાં હતા ત્યારે તેઓ એમ કેહતા હતાકે, મારે કોઈ પાર્ટીમાં જવાની ઇચ્છા નથી. તેમ છતાં તેઓ વાત કરીને પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારથી કોંગ્રેસમાં હતા તો એમ નથી લાગતું કે કોંગ્રેસને કોઈ ફાયદો થયો હોય એમ જો હવે ભાજપમાં પણ જાય તો મને નથી લાગતું કે ભાજપને તેમના આવાથી કોઈ ફાયદો થશે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો થોડો ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે તેમનું સમાજમાં લેવલ ખુબ જ ઉંચુ છે. તમણે પટેલ સમાજ માટે ઘણા કામો કર્યા છે. વિદ્યાર્થીઓને લાગતા શૈક્ષણિકને લાગતા કામો કર્યા છે. આવા ઘણા કામો સમાજના માટે કરે છે. એટલે જો કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.

હું કોઈ રાજકીય પાર્ટીમાં જવાનો નથી ત્યાર બાદ પણ તેઓ કોંગ્રેસમાં ગયા -કોંગ્રેસમાં પણ તેઓ અંદરો અંદર વિખટો દેખાવા માંડી એ બહાર આવા લાગ્યા તો હવે જો ભાજપમાં જશે તો મને એમ લાગે છેકે અંદરો અંદર વિખટો પડશે.જો નરેશ પટેલની વાત કરું તો તેઓ આજદિન સુધી કોઈ રાજકરણમાં ક્યાય પહોંચ્યા નથી. તો કોગ્રેસમાં જાય તો ફાયદો થઇ શકે છે. તેઓ સામાજિક કાર્યમાં અગ્રેસર છે. પોતે ખોડલ ધામના ટ્રસ્ટ્રી છે. એટલે થોડો ફાયદો થઇ શકે છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો ઘણી સીટો આવી શકે -હાર્દિક પટેલે અત્યાર સુધી કોઈ મોટું કામ કર્યું નથી. આગળ કોંગ્રેસમાં જઈને પણ કોઈ કાર્ય કર્યું નથી. એટલેએ પ્રમાણે ભાજપમાં જાય તો કોઈ ફાયદો નથી. હાર્દિક પટેલ સામાજિક કાર્યકર્તા તરીકે પણ નથી ઓળખાતો તે અત્યાર નથી. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો ઘણો ફાયદો થઈ શકે છે. તે સામાજિક કાર્યકર્તા પણ છે. એટલે તેઓ કામ કરે છે લોકોને દેખાય છે. તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. તેમના આવાથી કોંગ્રેસમાં ઘણી બધી સીટો આવી શકે છે. તેઓ કામગીરી પ્રમાણે અગ્રેસર છે.

આ પણ વાંચોઃPolitical Agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?

નરેશ પટેલનું નામ સમાજમાં અગ્રેસર -હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો કોઈ ફાયદો થશે નહિ કારણકે તેઓ કોંગ્રેસમાં પણ કોઈ કામ કર્યું નથી. પાસમાં હતા ત્યારે પટેલ સમાજ માટે એક વખત અનામત માટે કામ કર્યું હતું.એના શિવાય બીજું કોઈ કામ કર્યું નથી. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો ઘણો ફાયદો થઇ શકશે. હાર્દીક પટેલથી કોંગ્રેસને કોઈ ફાયદો થયો નહિ તો નરેશ પટેલથી વધારે ફાયદો થશે. કારણ કે નરેશ પટેલનું નામ વધારે છે. પટેલ સમાજમાં અગ્રેસર છે.

ABOUT THE AUTHOR

...view details