ગુજરાત

gujarat

IPLની ફાઇનલ મેચ જોવા શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતાં ? વીડિયો વાયરલ

By

Published : May 31, 2022, 5:47 PM IST

અમદાવામાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયેલ IPL ફાઇનલ (IPL 2022)જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતાં એવી ચર્ચાએ હાલ જોર પકડ્યું હતું. કારણ કે કેટલાક વીડિયો વાયરલ થયા છે. વડાપ્રધાન મોદીના હમશકલ રમેશ પંજાબી છે. જેમને લોકો જુનિયર મોદી તરીકે ઓળખે છે. તેમના ગેટઅપથી લઇને હાવભાવ વડાપ્રધાન મોદી જેવો છે.

IPLની ફાઇનલ મેચ જોવા શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા ? વીડિયો વાયરલ
IPLની ફાઇનલ મેચ જોવા શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા ? વીડિયો વાયરલ

સુરત: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ(Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)વચ્ચે થયેલ IPL ફાઇનલ મેચમાં જોવા માટે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર હતાં? શું તેઓએ ઓડિયન્સની વચ્ચે બેસીને આખી મેચ જોઈ હતી? આ ચર્ચાએ હાલ જોર પકડ્યું છે કારણ કે કેટલાક વીડિયો વાયરલ થયા છે. જેમાં IPL જોતા(IPL 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીજોવા મળ્યા છે. વિડીયો જોઈ આશ્ચર્ય સર્જાયું છે કે શું વડાપ્રધાન પોતે મેચ જોવા માટે આવ્યા હતાં?

IPL

આ પણ વાંચોઃહાર્દિકભાઈ જોરદાર.... ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ચટાડી ધૂળ

IPL મેચની મજા માણી -અમદાવાદમાંIPL ફાઇનલમેચ જોવા માટે લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધર્મપત્ની સાથે મેચની મજા માણી હતી. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જવાના છે આવી વાતો પણ સામે આવી હતી. પરંતુ તેઓ આ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યા ન હતાં.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ જોતા નજરે આવે છે. ઓડિયન્સની વચ્ચે બેસીને તેઓ IPL મેચની મજા માણી રહ્યા હોય તેવો વિડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. જો કે લોકો જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી રહ્યાં છે તેઓ પીએમ મોદીના હમશકલ રમેશ પંજાબી છે. જેમને લોકો જુનિયર મોદી તરીકે ઓળખે છે.

આ પણ વાંચોઃગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CMને બેટ ભેટમાં આપ્યું

ઓડિયન્સે મોદી- મોદી નામની બૂમ પાડી -રમેશ પંજાબી મૂળ સુરતના રહેવાસી છે અને તેઓને લોકો જુનિયર મોદી કહીને બોલાવે છે. તેમના ગેટઅપથી લઇને હાવભાવ મોદીની જેમ છે. હાલમાં અમદાવાદ ખાતે આયોજિત IPLની ફાઇનલ મેચ જોવા માટે તેઓ ગયા હતાં. જ્યાં ઓડિયન્સ મેચ જોવાના બદલે તેમની સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી. એકવાર ઓડિયન્સ મેચ જુએ છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમસકલને જોતા હતાં. આ વચ્ચે ઓડિયન્સ મોદી- મોદી નામની બૂમ પાડી રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details