ETV Bharat / state

IPL 2022: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા જવાનો છો તો, જાણો વાહન પાર્કિંગ માટે શું છે સુવિધા

author img

By

Published : May 28, 2022, 7:27 PM IST

IPL 2022: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા જવાનો છો તો, જાણો વાહન પાર્કિંગ માટે શું છે સુવિધા
IPL 2022: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા જવાનો છો તો, જાણો વાહન પાર્કિંગ માટે શું છે સુવિધા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Narendra Modi Stadium) IPL 2022ની ફાઇનલ મેચ રમાવાની છે. જેમા લોકોને ટ્રાફિકને લઈને કોઈ હાલાકી ન પડે તે માટે ખાસ પ્રકારનું માળખાકીય આયોજન કરવામાં આવ્યું છે. મેચ જોવા આવનાર લોકો એપના માધ્યમથી પાર્કિંગની સુવિધા સરળતાથી મળી રહેશે અને ખોટો ટ્રાફિક ના થાય તેની ખાસ તકેદારી રાખવામા આવશે.

અમદાવાદઃ શહેરમાં IPL 2022ની રમાનારી ફાઇનલ (Narendra Modi Stadium) મેચને લઈને ટ્રાફિક જોઈન્ટ કમિશનર દ્વારા પ્રેશ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેચ જોનાર લોકોને હાલાકીના પડે તે બાબતે ખાસ પ્રકારનું માળખાકીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેચ જોવા આવનાર પબ્લિકના મોબાઇલમાં એપના માધ્યમથી લોકોને પાર્કિંગની સુવિધા સરળતાથી મળી રહેશે અને ખોટો ટ્રાફિક ના થાય તેની ખાસ તકેદારી રાખવામા આવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

આ પણ વાંચોઃ IPL FINAL 2022 : સાબરમતી નદીની તાત્કાલિક ધોરણે સફાઈ શરૂ કરાઇ, આ કારણે કરવું પડ્યું!

વાહનના પાર્કિંગનું સ્થળ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા - તેમજ મેચનો આનંદ માણવા આવનારા લોકોમાં પાર્કિંગ એક મોટી સમસ્યા બની જતી હોય છે. તેથી જેમ સ્ટેડિયમમાં સીટ માટે બુકિંગ કરવામાં આવે છે તેવી રીતે આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકોને વાહનના પાર્કિંગનું સ્થળ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન

પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા - આ એપ દ્વારા બુકિંગ ન કરી હોય તેમને પાર્કિંગને લઇને કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે સ્ટેડિયમની આસપાસની સોસાયટી, દુકાનો અને ચાલીઓમાં ટૂ-વ્હીલ પાર્કિંગ માટે 100 અને ફોર-વ્હીલ પાર્કિંગ માટે 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. આ વખતે તો લોકોમાં એટલો ક્રેઝ છે કે અત્યાર સુધીમાં બન્ને મેચ માટે 52000 લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ સિવાય ટૂ-વ્હીલર માટે 8 અને ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.