ETV Bharat / city

IPL FINAL 2022 : સાબરમતી નદીની તાત્કાલિક ધોરણે સફાઈ શરૂ કરાઇ, આ કારણે કરવું પડ્યું!

author img

By

Published : May 26, 2022, 9:56 PM IST

અમદાવાદમાં ipl 2022ની ફાઇનલ મેચ (IPL FINAL 2022 ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium ) રમાવાની છે. સ્થાનિક તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. પરંતુ સ્ટેડિયમની પાછળથી પસાર થતી સાબરમતી નદીમાં લીલની (Sabarmati River Moss ) એટલી મોટી ચાદર જામી છે કે નદી જ દેખાતી નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર (Cleaning of Sabarmati river was started immediately) હવે સફાળે જાગ્યું છે.

IPL FINAL 2022 : સાબરમતી નદીની તાત્કાલિક ધોરણે સફાઈ શરૂ કરાઇ, આ કારણે કરવું પડ્યું!
IPL FINAL 2022 : સાબરમતી નદીની તાત્કાલિક ધોરણે સફાઈ શરૂ કરાઇ, આ કારણે કરવું પડ્યું!

ગાંધીનગર : અમદાવાદમાં અત્યારે ipl ક્રિકેટ ફીવર ચડ્યો છે. ત્યારે ipl 2022ની ફાઇનલ મેચ (IPL FINAL 2022 )અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પરંતુ સ્ટેડિયમની પાછળથી પસાર થતી સાબરમતી નદીમાં લીલની (Sabarmati River Moss ) એટલી મોટી ચાદર જામી છે કે નદી જ દેખાતી નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે સફાળે (Cleaning of Sabarmati river was started immediately) જાગ્યું છે અને નદીમાંથી લીલ સાફ કરવાનું છે શરૂ કર્યું છે.

તાત્કાલિક ધોરણે સ્ટેડિયમની પાછળ આવેલ સાબરમતી નદીના અમૂક ભાગમાંથી લીલ કાઢવામાં આવી

આ પણ વાંચો- IPL 2022 : ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે આ ટીમ ટકરાશે તેવી પ્રેક્ષકોને આશા

છેલ્લા કેટલાય દિવસથી લીલી ચાદરમાં સાબરમતી નદી ખોવાઈ- અમદાવાદની સાબરમતી નદીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી અને દિવસોથી સુભાષ બ્રિજથી લઈને ઈન્દિરા બ્રિજ અને ગાંધીનગર બાજુની સાબરમતી નદીમાં લીલી ચાદર ચડી ગઈ છે અને સાબરમતી નદી લીલી ચાદરની અંદર ખોવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ આઈપીએલની ફાઈનલ મેચ (IPL FINAL 2022 ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium ) ખાતે રવિવારે યોજાનારી છે અને આઇપીએલ મેચ દરમિયાન ચાલુ ક્રિકેટમાં જે તે શહેરના અમુક વિસ્તારો અને સ્થાપત્યો લાઈવ બતાવવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરનું સારું દેખાય (Cleaning of Sabarmati river was started immediately) તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમની પાછળ આવેલ સાબરમતી નદીના અમૂક ભાગમાંથી લીલ (Sabarmati River Moss ) દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી

અગાઉ પણ કરોડો રૂપિયાનો ખર્ચ - ભૂતકાળની વાત કરવામાં આવે તો સાબરમતી નદીને સાફ અને સુરક્ષિત રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂતકાળમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતી નદીમાં લીલ (Sabarmati River Moss )સાફ કરવા માટે પણ કરોડો રૂપિયાના મશીનો પાછળ ખર્ચવામાં આવ્યા છે. તેમ છતાં પણ અત્યારે વર્તમાન સમયમાં સાબરમતી નદીમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં લીલ જામી ગઈ છે. જેમાં અત્યારે આઈપીએલ મેચ હોવાના કારણે આ લીલ સાફ કરવાની પ્રક્રિયા (Cleaning of Sabarmati river was started immediately) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.