ગુજરાત

gujarat

Veer Narmad University : VNSGU વિદ્યાર્થીઓને હવે 100 માર્કની પરીક્ષા આપવી પડશે, જાણો અન્ય શું ફેરફાર આવ્યા ?

By

Published : Aug 9, 2023, 3:43 PM IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીૉમાં નવી શિક્ષણ નીતિ મુજબ મુખ્ય પરીક્ષાના પરિણામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે કેટેગરી પ્રમાણે 0 થી C સુધીનો ગ્રેડ આપવામાં આવશે. આ ઉપરાંત માર્કશીટની ડિઝાઇન પણ બદલવામાં આવશે. હવેથી 50 માર્ક્સ આંતરિક મૂલ્યાંકનના અને 50 માર્ક્સ યુનિવર્સિટીના પરીક્ષાની જેમાં કુલ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે.

Veer Narmad University
Veer Narmad University

VNSGU વિદ્યાર્થીઓને હવે 100 માર્કની પરીક્ષા આપવી પડશે

સુરત :વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય જાહેર પરીક્ષા 50 માર્ક્સની થશે. જ્યારે હાજરી, એસાઇમેન્ટ અને ઈન્ટરનલ પરીક્ષાના ટોટલ માર્ક્સ 50 થશે. એટલું જ નહીં, માર્કશીટની ડિઝાઇન પણ બદલાશે. જેમાં 0 થી C સુધીનો ટકા પ્રમાણે ગ્રેડ આપવામાં આવશે. જે નાપાસ હશે તો F, પાસ હશે તેને P અને એબસન્ટ હશે તો AB લખાશે. આ હાજરી પણ વિષય મુજબ લખાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખીને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ અંગે શિક્ષણ વિભાગે વીર નર્મદ યુનિવર્સિટીને આદેશ કર્યો છે. 50 માર્ક્સની મુખ્ય જાહે૨ પરીક્ષા સાથે 50 માર્ક્સના ઇન્ટરનલ માર્ક્સ માટે યુનિવર્સિટીએ ફેકલ્ટી અને ડીનની ખાસ કમિટી બનાવી છે. જે કમિટી હવે રિસર્ચ કરીને પરીક્ષાનું નવું માળખું તૈયાર કરવાની છે.

હવેથી 50 માર્ક્સ આંતરિક મૂલ્યાંકનના અને 50 માર્ક્સ યુનિવર્સિટીના પરીક્ષાની જેમાં કુલ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે. જે પણ પરિણામ આવે તેમાં હવેથી ગ્રેડ પ્રમાણે માર્કસ પણ દર્શાવવામાં આવશે. આ પરિણામમાં O થી C સુધીની અલગ અલગ ગ્રેડ રાખવામાં આવ્યા છે. તેને ટકા પ્રમાણે ગોઠવવામાં આવશે. આ અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે. આગામી પરીક્ષાના પરિણામ આ રીતે બનાવવામાં આવશે.--ડો.કિશોરસિંહ ચાવડા (કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)

નવી પરીક્ષા પદ્ધતિ : આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ 2020 ના નિયમો શરૂ થઈ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા નવા નિયમો આપવામાં આવ્યા છે. તે મુજબ જે વિદ્યાર્થીઓએ પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવ્યો છે, તે વિદ્યાર્થીઓને હાલમાં 50 યુનિવર્સિટી અને 20 આંતરિક પરીક્ષાના માર્ક્સ એટલે 70 માર્ક્સની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી 50 માર્ક્સ આંતરિક મૂલ્યાંકનના અને 50 માર્ક્સ યુનિવર્સિટીના પરીક્ષાની જેમાં કુલ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે.

  1. Veer Narmad University: અમરોલી કોલેજમાં BAની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેન્કિંગનું પેપર આપી દેવાયું
  2. VNSGU employees protest : કર્મચારીઓને આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે જેને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ

ABOUT THE AUTHOR

...view details