ગુજરાત

gujarat

Traffic jam: કીમ ફાટક નજીક સર્જાયો બે કલાકનો ટ્રાફિક જામ

By

Published : Jun 18, 2021, 1:25 PM IST

સુરત ગ્રામ્યમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ વરસવાનું શરૂ થયું ગયું છે ત્યારે કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર કીમ ફાટક (Kim crossing) નજીક તંત્ર દ્વારા યોગ્ય રસ્તો નહીં બનાવતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ( Traffic jam ) અટવાયાં હતાં.

Traffic jam: કીમ ફાટક નજીક સર્જાયો બે કલાકનો ટ્રાફિક જામ
Traffic jam: કીમ ફાટક નજીક સર્જાયો બે કલાકનો ટ્રાફિક જામ

  • કીમ માંડવી ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ
  • ફાટક પાસે યોગ્ય રસ્તો ન હોતાં ટ્રાફિક જામ
  • વરસાદથી કીચડ થતાં 2 કલાક Traffic jamથયો

કીમઃ સુરતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ અને વરસાદ પર પડી રહ્યો છે ત્યારે કેટલીક સમસ્યાઓ તંત્રની વહીવટીય અકુશળતાના કારણે લોકો ભોગવી રહ્યાં છે. હાલ તંત્ર દ્વારા કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર (Kim crossing) કીમ ફાટક નજીકનો રસ્તો યોગ્ય નહીં બનાવતા વાહનચાલકો અટવાયા હતા અને બે કલાક સુધી ચાલુ વરસાદે ટ્રાફિકમાં ( Traffic jam ) ફસાતા ત્રાહિમામ ફસાઈ ગયાં હતાં. ત્યારે રસ્તા પર ભારે કાદવ લીધે બાઇક ચાલકોને બાઇક સ્લીપ થઈ જવાનો ભય સતાવ્યો હતો.

સ્તા પર ભારે કાદવ લીધે બાઇક ચાલકોને બાઇક સ્લીપ થઈ જવાનો ભય સતાવ્યો હતો

આ પણ વાંચોઃ કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ

તંત્ર દ્વારા રસ્તા પર માટી નાખી દેતાં ભારે કાદવ કીચડ સર્જાયો હતો.કાદવના લીધે રસ્તા પર બે કલાકનો ટ્રાફિક જામ ( Traffic jam ) થયો હતો. વાહન ચાલકોની માગ છે કે ચોમાસુ બરોબર જામે એ પહેલાં તંત્ર યોગ્ય રસ્તાની મરામત કરવામાં આવે.

આ પણ વાંચોઃ નવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના

ABOUT THE AUTHOR

...view details