ગુજરાત

gujarat

સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું

By

Published : Jan 12, 2021, 2:20 PM IST

સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું
સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું

સુરતના ઉધનામાં આવેલા સોસ્યો સર્કલ પાસે પાણીની પાઈપલાઈનની સફાઈ કામગીરી ચાલતી હતી. તે દરમિયાન લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

  • સુરતના ઉધનામાં સોસ્યો સર્કલ પાસે ભરાયું પાણી
  • પાણીની પાઈપલાઈન સફાઈ કામગીરી વખતે ભરાયું પાણી
  • રસ્તા પર પાણી ફરી વળતા લોકોમાં હાલાકી, ટ્રાફિકજામ સર્જાયો

સુરતઃ ઉધના સોસ્યો સર્કલ પાસે પાણીના લાઈનની સફાઈ દરમિયાન લાખો લીટર પાણી રસ્તા વહ્યું આવ્યું હતું. રસ્તા પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની લાઈનની સફાઈને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું

લોકોને હાલાકી પડતા લોકો રોષે ભરાયા

સુરત મગદલ્લા રોડ પર સોશિયલ સર્કલ પાસે મનપા દ્વારા ખટોદરાથી અલથાન સુધી 1200 મિમી વ્યાસની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. પાઈપમાં રહેલી ગંદકી દૂર કરવા પાઈપલાઈનમાંથી પાણી છોડવામાં આવતા રોડ પર પાણી ભરાઈ ગયું હતું, જેને લઈ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. લોકોની હાલાકીનો સામનો કરવો પડતા ભારે રોષે ભરાય હતા

સુરતમાં ઉધનામાં પાણીની પાઈપલાઈનની સફાઈના કારણે રસ્તા પર હજારો લીટર પાણી ભરાયું

ખટોદરાથી અલથાણ સુધીની પાઈપલાઈનનું કરાયું સફાઈ કામ

મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગના કર્મચારી એલ.પી. શાહે જણાવ્યું હતું કે, ખટોદરાથી અલથાણ સુધી 1200 મિમી વ્યાસ પાણીની નવી પાઈપ નાખવામાં આવી છે. પાઈપલાઈનમાં ગંદકી હોય એને લઈ સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે મનપાની કામગીરીને લઇને સોસ્યા સર્કલ ખાતે પાણી ભરવાના દ્રશ્યો સર્જાતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details