ETV Bharat / state

સંતરામપુરના પરથમપુર ગામ ખાતે ફેર મતદાન સંપન્ન , કુલ 69.93 ટકા મતદાન નોંધાયું - repoll in prathampur of Mahisagar

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 10:52 PM IST

મહીસાગર લોકસભા બેઠક અંતર્ગત બુથ કેપ્ચરિંગ ઘટના સામે આવ્યા બાદ આજે ફરી સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે ફેર મતદાન યોજાયું હતું. repoll in prathampur of Mahisagar

સંતરામપુરના પરથમપુર ગામ ખાતે ફેર મતદાન સંપન્ન
સંતરામપુરના પરથમપુર ગામ ખાતે ફેર મતદાન સંપન્ન (Etv Bharat Gujarat)

મહીસાગર: મહીસાગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આજે ફરી વખત સંતરામપુર તાલુકાના પરથમપુર ગામ ખાતે ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે 7:00 કલાકે પ્રારંભ થયો હતો. મતદારો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડયા હતાં. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સંતરામપુરના પરથમપુર ગામ ખાતે ફેર મતદાન સંપન્ન
સંતરામપુરના પરથમપુર ગામ ખાતે ફેર મતદાન સંપન્ન (Etv Bharat Gujarat)
જિલ્લા ચૂંટણી તંત્રે અહીં વધુમાં વધુ મતદાન થાય તે માટેના હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો. સાથે જિલ્લાના મતદારો નિર્ભિક થઈ, પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત, સી.સી.ટીવી કેમેરા જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી, સમગ્ર પ્રક્રિયા ઉપર ચાપતી નજર રાખવામાં આવી હતી. આમ પરથમપુર ગામ ખાતે લોકસભાની ચૂંટણીમાં સવારે 7:00 કલાકે થી સાંજના 6:00 સુધીનું સરેરાશ કુલ 69.93 ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ
મતદાન લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ (Etv Bharat Gujarat)
મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીની આગેવાની હેઠળ જિલાના ચુંટણી તંત્રે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની પુરતી તકેદારી રખાઇ હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમજ મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી.
  1. મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - lok sabha election 2024
  2. દાહોદના પ્રથમપુર ગામે બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ, ડો. પ્રભાબેન તાવિયાડે નોંધાવી ફરિયાદ - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.