ગુજરાત

gujarat

Textile market of Surat: કાપડ ઉપર 12 ટકા GSTનો નિર્ણય પરત લેવાતા સુરતના વેપારીઓએ મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી

By

Published : Dec 31, 2021, 4:27 PM IST

GST કાઉન્સિલ દ્વારા કાપડ ઉપર 12ટકા GST કરવાનો નિર્ણય કરાયો હતો. જેનો અમલ 1લી જાન્યુઆરીના રોજ થનાર હતો. પરંતુ સુરત સહિત દેશભરના કાપડ વેપારીઓ (Textile market of Surat)દ્વારા આ નિર્ણયનો ભારે વિરોધ કરાયો હતો. પરંતુ એક દિવસ પહેલા જ GST કાઉન્સિલ એ પોતાનો નિર્ણય પરત લીધો છે. કાપડના વેપારીઓમાં નિર્ણય પરત લેવાતા ખુશીની( Return of decision of 12% GST on textiles )લાગણી જોવા મળી રહી છે.

Textile market of Surat: કાપડ ઉપર 12 ટકા GSTનો નિર્ણય પરત લેવાતા સુરતના વેપારીઓએ મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી
Textile market of Surat: કાપડ ઉપર 12 ટકા GSTનો નિર્ણય પરત લેવાતા સુરતના વેપારીઓએ મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી

સુરત :GST કાઉન્સિલ દ્વારા કાપડ ઉપર 12ટકા GST કરવાનો નિર્ણય કરાયો હતો. જેનો અમલ 1લી જાન્યુઆરીના રોજ થનાર હતો. પરંતુ સુરત સહિત દેશભરના કાપડ વેપારીઓ દ્વારા આ નિર્ણયનો ભારે (Textile market of Surat)વિરોધ કરાયો હતો. આખરે GST કાઉન્સિલ દ્વારા નિર્ધારિત સમય પહેલા બેઠક બોલાવીને પોતાનો આ નિર્ણય સ્થગિત કર્યો છે. હવે કાપડ ઉપર પહેલાની જેમ માત્ર 5 ટકા જ GST રહેશે જેના(Return of decision of 12% GST on textiles ) કારણે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ એ એકબીજાને મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી.

વેપારીઓમાં ખુશી

વેપારીઓમાં નિર્ણય પરત લેવાતા ખુશી

કાપડ ઉપર 5 ટકાથી GST વધારીને 12 ટકા કરાતા સુરત સહિત દેશભરના કાપડના વેપારીઓમાં ભારે રોષ (Textile market of Surat)જોવા મળી રહ્યો હતો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું હતું. કાપડ પર પાંચ ટકા જીએસટી રહે( 5% GST on textiles unchanged)અને 12 ટકા નહીં કરવામાં આવે આ માંગણી વેપારીઓ દ્વારા સરકાર સમક્ષ રાખી હતી.સુરતમાં કાળી પટ્ટી બાંધી , થાળીઓ વગાડી અને એક દિવસ તમામ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધાયો હતો. આખરે ભારે વિરોધ અને માગણીઓને ધ્યાનમાં રાખીને આજે GSTકાઉન્સિલની મળેલી બેઠકમાં કાપડ પર 12 ટકા GST નહીં રાખવાનો નિર્ણય કરાયો છે. 1 જાન્યુઆરીથી કાપડ ઉપર 12 ટકા GST સ્લેબ મૂકવામાં આવ્યું હતું. પરંતુ એક દિવસ પહેલા જ GST કાઉન્સિલ એ પોતાનો નિર્ણય(Return of decision of 12% GST on textiles ) પરત લીધો છે. કાપડના વેપારીઓમાં નિર્ણય પરત લેવાતા ખુશીની લાગણી જોવા મળી રહી છે. કાપડના વેપારીઓ એકબીજાને મીઠાઇ ખવડાવી રહ્યા છે ફટાકડા ફોડીને સરકારનો આભાર વ્યક્ત કરશે.

નિર્ધારિત સમય પહેલા જીએસટી કાઉન્સિલની બેઠક

ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, સરકારે અમારી વાત માની એ અમારી માટે હર્ષની વાત છે. નિર્ધારિત સમય પહેલા GST કાઉન્સિલની બેઠક બોલાવીને કાપડ ઉપર 12 ટકા GST હટાવવાનો નિર્ણય કર્યો છે જે આવકારદાયક છે કાપડના વેપારીઓ માટે આજનો દિવસ દિવાળી કરતા પણ મોટો છે..

આ પણ વાંચોઃOmicron Death in Rajasthan 2021 : ઉદયપુરમાં ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધનું મોત
આ પણ વાંચોઃSP MLC Pushraj Jain House Raid : સમાજવાદી પાર્ટીમાં ગભરાટ વધ્યો

ABOUT THE AUTHOR

...view details