ગુજરાત

gujarat

Surat Food blogger : અડગ મનના માનવીને નડતો નથી હિમાલય કહેવત સાબિત કરી બતાવતો દિવ્યાંગ ફૂડ બ્લોગર, અંકિત બરનવાળા

By

Published : Jul 29, 2023, 6:34 PM IST

ક્યારેક એવું લાગે કે કુદરતનું કામ ચમત્કાર સર્જવાનું અને લોકોને અચંબામાં મૂકી દેવાનું છે. ક્યારેક પહેલવાન જેવો માણસ પણ કશું જ ના કરી શકે. તો ક્યારેક દિવ્યાંગ વ્યક્તિ પણ અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. આવો જ એક યુવાન એટલે સુરતના ફૂડ બ્લોગર અંકિત બરનવાળા. જે ભલે પગથી દિવ્યાંગ છે, પરંતુ તેણે એક અલગ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યો છે.

Surat Success Story
Surat Success Story

અડગ મનના માનવીને નડતો નથી હિમાલય કહેવત સાબિત કરી બતાવતો દિવ્યાંગ ફૂડ બ્લોગર

સુરત : ક્યારેક એવું લાગે કે કુદરતનું કામ ચમત્કાર સર્જવાનું અને લોકોને અચંબામાં મૂકી દેવાનું છે. ક્યારેક પહેલવાન જેવો માણસ પણ કશું જ ના કરી શકે. તો ક્યારેક દિવ્યાંગ વ્યક્તિ પણ અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. આવો જ એક યુવાન એટલે સુરતના ફૂડ બ્લોગર અંકિત બરનવાળા. જે ભલે પગથી દિવ્યાંગ છે, પરંતુ તેણે એક અલગ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યો છે.

અંકિત બરનવાળા : અંકિત નાનપણથી દિવ્યાંગ છે. હાલ ગુજરાતભરના લોકો તેને ચટોરા અંકિત તરીકે ઓળખે છે. પરંતુ ચટોરા અંકિત થવા પાછળ એક માર્મિક ઘટના પણ છે. જ્યારે અંકિત ધોરણ 10 માં ભણતો હતો ત્યારે તેના મિત્રો ફરવા ગયા હતા. પરંતુ અંકિત દિવ્યાંગ હોવાના કારણે તેને લઈને ગયા નહોતા. આ વાત અંકિતને ખૂબ જ ખોટી લાગી હતી. જ્યારે તેને પોતાના એક મિત્રને પૂછ્યું કે તમે લોકો મને શા માટે ફરવા નહીં લઈ ગયા. ત્યારે તેના મિત્રએ કહ્યું હતું કે, તું મારા પર આશ્રિત છે અને મારા વગર ક્યાંય પણ જઈ શકતો નથી. આ વાત અંકિતના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે.

અંકિત બરનવાળા

સક્સેસ સ્ટોરી : આ એક વાતના કારણે આજે અંકિત બરનવાળાને સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં લોકો યુટ્યુબર અને ફૂડ બ્લોગર તરીકે ઓળખતા થયા છે. જોકે, આ પાછળ તેને અથાગ મહેનત અને પરિશ્રમ પણ કર્યો છે. અહીં સુધી પહોંચવા માટે અંકિતે ઘણું સ્ટ્રગલ કર્યું છે. અને તેની મહેનતનું ફળ હવે તેને મળ્યું છે. ત્યારે જાણો તેના સંઘર્ષની સક્સેસ સ્ટોરી...

મેં એકલાએ કામયાબી હાસિલ કરી છે એ વાત ખોટી છે. મારી સફળતા પાછળ ઘણા લોકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જેમાં મારા ફૂડ બ્લોગિંગ પાછળ ચાર લોકોએ મને ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રો જેઓ મને આ કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યો છે. મારે જ્યાં પણ શૂટ કરવા જવું હોય ત્યાં લઈ જવામાં મને મદદ કરે. શૂટ કરવા માટેની પરમિશન માટે પણ મારા મિત્રો ખૂબ જ સહયોગ કરી રહ્યા છે. તેના કારણે આજે હું એક ઉભરતો ફૂડ બ્લોગર અને યુટ્યુબર બન્યો છું. થોડાક જ હશે પરંતુ લોકો મને મારા નામ અને મારા કામથી ઓળખતા થયા છે.-- અંકિત બરનવાળા (ફૂડ બ્લોગર)

પ્રબળ ઈચ્છાશક્તિ : આ અંગ અંકિતે જણાવ્યું હતું કે, જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેમને સ્પાઇન કોરમાં ટ્યુમર હતું. જો એ ફાટી જાય તો તેનું મૃત્યુ થઈ જાય તેવી સ્થિતિ હતી. જેથી જ્યારે તે ત્રણ મહિનાનો હતો ત્યારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન તેમના પગની કોઈ નસ દબાઈ ગઈ અથવા તો કપાઈ ગઈ અને ત્યારથી તેઓ ચાલી નથી શકતા. અત્યાર સુધી 25 રાજ્યોમાં તેઓ ડોક્ટરોને બતાવી ચૂક્યા છે. પરંતુ ક્યાંય પણ તેનો ઈલાજ ન થતા આખરે તેઓએ તેમની આ કમીને અપનાવી લીધી હતી. ત્યારબાદ વ્હિલચેરના સહારે તેણે તેની સફળ શરૂ કરી. તે જાતે ચાલી ન શકવાને કારણે તેના મિત્રોએ તેની ઘણી મદદ કરી છે. વિડીયોગ્રાફીના કેમેરા અને સાધનનો ઉપયોગ કરી ફૂડ બ્લોગિંગ ચાલુ કર્યું હતું.

ફૂડ બ્લોગિંગનો ક્રેઝ :સુરતના અંકિતની શારીરિક ખામી પણ તેની પ્રબળ ઈચ્છા શક્તિ સામે પરાસ્ત થઈ શકે છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ તેણે સાબિત કરી બતાવ્યું છે. અંકિતના 10,000 થી પણ વધુ ફોલોવર્સ છે. આજનો યુગ ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકો કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. શું ખાવું એ બાબતે પણ લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી પસંદગી કરે છે. આ વધતા ક્રેઝને લઇ કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ ત્યાંના ફૂડ વિષે સોશ્યલ મીડિયા પાર માહિતી આપી ફૂડ બ્લોગર બને છે. યંગસ્ટરમાં ફૂડ બોલગીંગનો ક્રેઝ વધુ જોવા મળે છે.

  1. Surat Crime : ખાખી વર્દીને દાગ લગાવતો સુરતનો પોલીસ કોન્સ્ટેબલ, બુટલેગર જોડે કર્યો હતો લાખોમાં તોડ
  2. Tomato Prices : ઓહ માય ગોડ! લોકો સ્વાદ પુરતો જ ગરમાગરમ ટામેટાં ભજીયાનો આપે છે ઓર્ડર

ABOUT THE AUTHOR

...view details