ગુજરાત

gujarat

આંગડિયા પેઢીના કર્મચારીઓના લૂંટમાં મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Oct 21, 2022, 7:14 PM IST

આંગડિયા પેઢીના કર્મચારીઓના લૂંટમાં મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો
આંગડિયા પેઢીના કર્મચારીઓના લૂંટમાં મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો ()

અમદાવાદ ગ્રામ્ય હાઇવે (Ahmedabad Rural Highway) પર આંગડિયા પેઢીના કર્મચારીઓના લૂંટ કરનાર મુખ્ય આરોપીને સુરત પોલીસે સુરતથી ઝડપી પાડ્યો હતો. આ કિસ્સામાં ગત 19 ઓક્ટોબર 2022ના રોજ વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમરેલી પોલીસે નાકાબંધી કરી હતી. જે બાદ આરોપી સુરત પોલીસ (Surat police arrested main suspect in the Robbery ) દ્વારા સુરતથી ઝડપાયો છે. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઅમદાવાદ ગ્રામ્ય હાઇવે (Ahmedabad Rural Highway) ઉપર આંગડિયા પેઢીના કર્મચારીઓના લૂંટ(Robbery of Angadia company employees ) મામલે મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે સુરતથી ઝડપી (Surat police arrested main suspect in the Robbery ) પાડ્યો હતો. આ ઘટના ગત 19 ઓક્ટોબર 2022ના રોજ વહેલી સવારે સભ્ય 2:15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના સામે જ આવતા જ અમે અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police)અને અમરેલી પોલીસે નાકાબંધી કરી કેટલાક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે આ લૂંટના મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. આ લૂંટ પહેલા લશ્કરી બસના બે ગાડીઓ આગળથી અને બે ગાડીઓ પાછળથી આંતરીને લૂંટ કરવામાં આવી હતી.

આ લૂંટ પહેલા લશ્કરી બસના બે ગાડીઓ આગળથી અને બે ગાડીઓ પાછળથી આંતરીને લૂંટ કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બસ રોકી લૂંટ19 ઓક્ટોબરના 2022ના રોજ અમરેલીથી સુરત આવતી બસને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બસ રોકી લૂંટ કરવામાં આવી હતી.આ મામલે પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ ધરવામાં આવી હતી, ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ કેસમાં પોલીસને સફળતા મળી છે. આ લૂંટ પહેલા લશ્કરી બસના બે ગાડીઓ આગળથી અને બે ગાડીઓ પાછળથી આંતરીને લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટ દેશી તમંચો બતાવીને કરવામાં આવી હતી. આ કેસમાં આણંદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ જેમનો આ વિસ્તાર હોવાથી તાત્કાલિક નાકાબંધી કરી હતી.

મુખ્ય સૂત્રધાર સુરતનો સુરત પોલીસ કમિશનરે (Police Commissioner Surat) વધુમાં જણાવ્યું કે,આમાં કેટલાક આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. લૂંટના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બે કરોડથી વધારે હીરા અને રોકડા એમાં જપ્ત કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટના નો મુખ્ય સૂત્રધાર જેણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેણે મહારાષ્ટ્રથી લૂંટ માટે સ્પેશિયલ માણસો બોલાવ્યા હતા. મુખ્ય સૂત્રધાર સુરતનો છે. જેથી આમણે સુરત PCB ટીમે ઇન્ફોર્મેશનના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્યત્વે સુરતથી પકડી લેવામાં આવ્યો છે.

રામદેવ ટ્રાવેલ્સ સાથે કામ કરતો હતો આરોપીઆરોપીએ 2011થી 2019 સુધી રામદેવ ટ્રાવેલ્સ સાથે કામ કરતા હતા. વધુમાં જણાવ્યું કે, આ ઘટનાના મુખ્ય સૂત્રધાર આરોપીનું નામ હિરેન ધીરુભાઈ આકોલીયા છે. જો યોગીચોક ખાતે આવેલા એપ્પલ એવનમાં રહે છે. તથા મૂળ અમરેલીનું રહેવાસી છે. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે, 2011થી 2019 સુધી રામદેવ ટ્રાવેલ્સ સાથે કામ કરતા હતા. જેથી એમને ખ્યાલ હતું કે, અમરેલીથી સુરત આવતા કેટલાક આંગડિયા પેઢીના કર્મચારીઓ હોય છે.

લૂંટ માટે સ્પેશિયલ મહારાષ્ટ્રથી માણસો બોલાવ્યા હતાઆ કુલ 16 લૂંટારોની ગેંગ પહેલા સુરત આવી ત્યારબાદ આ ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, હિરેન અને તેના એક મિત્ર રાજુ હઠીલા તેમના સાથે મળીને મહારાષ્ટ્રના નાસિકથી સ્પેશ્યલ લૂંટ માટે માણસો બોલાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટના નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રમાણે આ લૂંટ કરવામાં આવી હતી. આ કુલ 16 લૂંટારોની ગેંગ પહેલા સુરત આવી ત્યારબાદ આ ઘટના ક્રમને અંજામ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ લૂંટમાં હિરેનને જેટલું મળી આવે તેના 10 ટકા મળવાના હતા.

આરોપી જુદા જુદા પ્રકારના ધંધાઓ કરતા હતા તેમની ઉપર ખૂબ જ દેવું પણ થઈ ગયું હતું. દેવું હોવાને કારણે તેમણે આ લૂંટ કરી હોય એવું કહી શકાય છે. વધુમાં જણાવ્યું કે,આરોપી હિરેન ધીરુભાઈ આકોલીયા જેઓ જુદા જુદા પ્રકારના ધંધાઓ કરતા હતા. તે ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી રેતીનો ધંધો પણ કરતા હતા. આમ તો હાલ અમારી વધુ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details