ETV Bharat / state

ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો મતદાન કરશે, તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 8:42 PM IST

તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ
તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ (Etv Bharat Gujarat)

ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક ગાંધીનગરમાં કુલ 21.82 લાખ મતદારો મતદાન કરશે. મતદાન સુચારુ રુપે થાય અને મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. Loksabha Election 2024 Gandhinagar Seat 21 Lakh Voters 1938 Voting Booth

તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગે કમર કસી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો મતદાન કરશે. કુલ 1938 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો પર સુચારુ રુપે મતદાન થાત તે માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

કુલ 21.82 મતદારોઃ ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો મતદાન કરશે. જેમાં 11,20,874 પુરુષ અને 10,61,785 મહિલા મતદારો છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા માત્ર 77 છે. 141 એનઆરઆઈ મતદારો પણ નોંધાયા છે. 85 વર્ષથી વધુના મતદારોની સંખ્યા 20,319 છે. આમ આ બેઠક પર 79 ટકા શહેરી મતદાતાઓ છે અને 21 ટકા ગ્રામીણ મતદાતાઓ છે.

તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ
તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ (Etv Bharat Gujarat)

11,000 પોલીસ કર્મચારીઓઃ ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા આજે વહેલી સવારથી ઈવીએમ વિતરણ શરૂ કરાયું હતું. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલા બૂથ ઉપર ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ વિતરણ કરાયું હતું. ગાંધીનગર લોકસભા મતદાન મથકો પર અંદાજિત 11,000 જેટલા પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

મુખ્ય ચૂંટણી અધિકારી અને ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું કે, ગાંધીનગર લોકસભા બેઠક પર 1938 મતદાન મથક છે. જેમાં ગાંધીનગર ઉત્તરમાં 241, કલોલમાં 232, સાણંદમાં 297, ઘાટલોડિયામાં 375, વેજલપુરમાં 332, નારણપુરામાં 227, સાબરમતીમાં 234 નો સમાવેશ થાય છે. આ મથકો પર 2419 CU/BU મશીન અને 2611 VVPAT મશીન ફાળવણી કરવામાં આવી છે. આદર્શ મતદાન મથક અને યુવા મતદાન મથક જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભામાં 64 સખી મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.

  1. ભાવનગર બેઠક ઉપર 18,17,144 જેટલા મતદારો, 1965 જેટલા બુથ, EVMની ફાળવણી સહિતની વ્યવસ્થાઓ કલેકટર જણાવી - Voting Preparation
  2. નવસારી બેઠક પર 21 લાખ 98 હજારથી વધુ મતદારો કરશે મતદાન, કુલ 1116 મતદાન મથક કાર્યરત - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.