ગુજરાત

gujarat

Surat News : સુરતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, સુરત મનપાએ લીધું એક્શન

By

Published : Jul 5, 2023, 5:31 PM IST

સુરત શહેરમાં ભારે વરસાદના બાદ પાણીજન્ય રોગો વધ્યાં છે. ત્યારે રોગચાળે વધુ ન પ્રસરે તે માટે સુરત મનપાએ 10 લાખ ઘરોમાં તપાસ કરી છે. મચ્છરોની ઉત્ત્પત્તિ અટકાવવાના પગલાંને લઇને 519 નાગરિકને નોટિસ ઇસ્યુ કરાઇ છે. સુરત મનપા દ્વારા દંડ વસૂલી પણ કરવામાં આવી રહી છે.

Surat News : સુરતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, સુરત મનપાએ લીધું એક્શન
Surat News : સુરતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, સુરત મનપાએ લીધું એક્શન

એક્શનમાં સુરત મનપા

સુરત : સુરત શહેરમાં ભારે વરસાદના કારણે મેલેરિયા સહિત પાણીજન્ય રોગો દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના રોગચાળો ન પ્રસરે આ માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના 2.10 લાખ ઘરોની તપાસ કરવામાં ચૂકી છે જ્યારે 519 નાગરિકને નોટિસ ઇસ્યુ થઇ છે.

1.53 લાખનો દંડ વસૂલ : છેલ્લા એક સપ્તાહમાં જ વીબીડીસી વિભાગ દ્વારા ઝોનમાં 39, સાઉથ એ શહેરના અલગ અલગ મિલકતદારો પાસેથી મનપા વિસ્તારોમાં 2.10 લાખથી વધુ મકાનોની તપાસ કરી 1.53 લાખનો દંડ વસૂલ કરી નોટિસ પાઠવવામાં આવી છે. સુરત મનપા સાઉથ ઈસ્ટ ઝોનમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ચોમાસાના પ્રારંભની સાથે જ સુરત મહાનગરપાલિકાના બીબીસી વિભાગ દ્વારા પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે તમામ ઝોનના વિસ્તારોમાં મચરો ઉત્પત્તિના સ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે આજ દિન સુધી 2.10લાખ ઘરોની તપાસ કરવામાં આવી છે. 1934 બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો છે.. સૌથી વધુ બિલ્ડીંગ સ્પોર્ટ ઉધના વિસ્તારમાંથી મળી આવ્યા છ. સોસાયટીઓ તેમજ રહેઠાણ વિસ્તારની સાથો સાથ સાત બાંધકામ સાઈટોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે...રિકિતા પટેલ(આરોગ્ય અધિકારી)

ઘરે જઈને તપાસ : આ મેગા ઓપરેશનમાં સતત કર્મચારીઓ દરેક ઘરે જઈને તપાસ હાથ ધરી રહ્યા છે આ તપાસ દરમિયાન 519 મિલકતદારોને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે તેેમાં સાઉથ વેસ્ટમાં 48 નોટિસ, નોર્થ ઝોનમાં 93 કરીને 1.50 લાખનો વહીવટી ખર્ચ વસૂલ નોટિસ પાઠવવામાં આવી હતી.

મચ્છર બ્રીડિંગનો નાશ : આ સિવાય વેસ્ટ ઝોનમાં 57 નોટિસ, સાઉથ ઝોન – બીમાં 72 ઝોનમાં 19 નોટિસ, ઝોન એ અને બીમાં મળીને 51 નોટિસોની બજવણી કુલ્લે 1.53 લાખ રૂપિયાનો દંડ પાલિકાના વીબીડીસી વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે. જયારે 1934 જગ્યાએ મચ્છર બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો છે.વીબીડીસી દ્વારા રહેઠાણ, કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સુરતમાં પાણીજન્ય રોગોના કેસ : સુરત આરોગ્યવિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૂન મહિનામાં મેલેરિયાના 38, ટાઈફોઇડના 42, ગેસ્ટ્રોના 83 કેસ નોંધાયા હતાં. જ્યારે જુલાઈમાં અત્યાર સુધીમાં મેલેરિયાના 5, ટાઈફોઇડના 7 અને ગેસ્ટ્રોના 20 કેસ નોંધાયા છે.

  1. Rain Epidemic : વરસાદમાં રોગચાળાને નિયંત્રણમાં રાખવા સરકાર એક્શનમાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ
  2. સાવધાન..! સુરતની મૂરત બિમારીઓથી રમણ ભમણ
  3. Monsoon 2023 : ચોમાસાનું આગમન થતાં અમદાવાદ શહેરમાં રોગચાળો વઘ્યો, ઝાડા ઉલટીના કેસ 600ને પાર

ABOUT THE AUTHOR

...view details