ETV Bharat / state

Rain Epidemic : વરસાદમાં રોગચાળાને નિયંત્રણમાં રાખવા સરકાર એક્શનમાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ

author img

By

Published : Jul 1, 2023, 4:57 PM IST

Rain Epidemic : વરસાદમાં રોગચાળાને નિયંત્રણમાં રાખવા સરકાર એક્શનમાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ
Rain Epidemic : વરસાદમાં રોગચાળાને નિયંત્રણમાં રાખવા સરકાર એક્શનમાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ

ગુજરાતમાં વરસાદની સિઝનમાં રોગચાળાને નિયંત્રણ રાખવા સરકાર અગાઉથી જ એક્શન આવી ગઈ છે. વરસાદની સિઝનને લઈને મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગને ડામવા માટેની કામગીરી હાથમાં લીધી છે. વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટે હાઉસ ટુ હાઉસ સરકારે ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

ગાંધીનગર : ગુજરાતમાં દર ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થાય છે, અને રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો પણ સાબિત થાય છે. ત્યારે આ વર્ષે વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તેને ધ્યાનમાં લઈને સરકારે અગાઉથી જ એક્શન આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 30 જૂનના રોજ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી, ત્યારે રાજ્ય સરકારે ચોમાસાની સિઝનથી ન જ મચ્છરજન્ય રોગોને ડામવા માટેની કામગીરી હાથમાં લીધી છે.

સરકારે ટેસ્ટિંગ શરૂ કર્યું : વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ 2023ની કામગીરી વાત કરવામાં આવે તો, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી અને પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. 19 જુનથી 29 જૂન સુધીના પ્રથમ રાઉન્ડમાં 75 ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે જુલાઇમાં તા. 10થી 19 દરમિયાન બીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

ફક્ત 12 પોઝિટિવ કેસ સામે આવ્યા : આરોગ્ય વિભાગ વધુમાં જણાવ્યું હતું કે, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન 2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 12 પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. સર્વેલન્સ દરમિયાન જોવા મળેલા 4,81,186 મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબૂદ કરાયા છે, તેમજ 1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે.

જંતુનાશક દવાનો છંટકાવ : વર્ષ 2023 દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓની મેલેરિયા માટે જોખમી 319 ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે, જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઈ છે, બીજા રાઉન્ડની શરૂઆત 1લી ઓગષ્ટથી હાથ ધરાશે. રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા 42 જેટલા કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે.

છેલ્લા 4 વર્ષની કામગીરી : છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા. વિગતવાર જોઈએ તો વર્ષ 2019માં 1.64 કરોડ પરીક્ષણમાં 13,883 કેસ, વર્ષ 2020માં 1.30 કરોડની સામે 4771, વર્ષ 2021માં 1.42 કરોડની સામે 4921 અને ગત વર્ષ 2022 માં 1.51 કરોડ પરીક્ષણ કરતા 4785 મેલેરિયાના કેસો નોંધાયા હતા.

ચીકનગુનિયાના કેસ ઘટાડો : વર્ષ 2019 અને 2020માં કુલ બે મરણ નોંધાયા, જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરિયાથી એક પણ મરણ નોંધાયેલ નથી. ડેન્ગયુ તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના 37,684 અને ચિકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છે, વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં મેલેરિયાના કેસોમાં 2.76 ટકા, ડેન્ગ્યુના કેસમાં 39.1 ટકા જ્યારે ચીકનગુનિયાના કેસોમાં 74.1 ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે.

  1. Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા
  2. Kutch Rain : અંજારમાં બારે મેઘ ખાંગા, રોડ રસ્તા ગાયબ થઈને નદીઓમાં ફેરવાયા, અનેેક લોકો ફસાયા
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.