ગુજરાત

gujarat

Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું

By

Published : Mar 31, 2023, 9:25 PM IST

કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે આવ્યાં હતાં. અહીં તેમણે જાહેર માધ્યમો સમક્ષ રાહુલ ગાંધી સાંસદ પદ રદ સહિતના દેશમાં ચર્ચિત મુદ્દાઓને લઇ અભિપ્રાય આપ્યાં હતાં. તો એકસમયના તેમના સાથીદાર હાર્દિક પટેલ પર પણ નિશાન સાધ્યું હતું.

Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું
Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું

ચર્ચિત મુદ્દાઓને લઇ અભિપ્રાય

સુરત : કોંગ્રેસના નેતા કનૈયા કુમાર આજે સુરતની મુલાકાતે હતા અને તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જો રામ રાજ્યમાં માતા સીતા અગ્નિ પરીક્ષા આપી શકે છે તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર સામે તપાસ શા માટે નહીં થઈ શકે? એટલું જ નહીં, તેઓએ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને સજા કરનાર જજ વર્માને તેમના પ્રમોશનને લઈ શુભેચ્છા પણ આપી હતી.

જજ વર્માને શુભેચ્છા આપી : રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી અને ત્યારબાદ તેઓએ સાંસદ પદ પણ ગુમાવી બેઠા છે. દેશના અલગ અલગ શહેરોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી બાજુ પાર્ટીના નેતાઓ જાહેર માધ્યમો સમક્ષ આવીને ભાજપ સામે આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા અને જેએનયુ પૂર્વ છાત્ર સંઘના નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે હતા. તેઓએ શરૂઆતમાં જ સુરત કોર્ટના જજ વર્માને પ્રમોશન બદલ શુભેચ્છા આપી હતી. જજ વર્માએ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી છે.

આ પણ વાંચો અમે JNUના ઋણી છીએ, હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે: કન્હૈયા કુમાર

અદાણી સામે તપાસ શા માટે નહીં : કનૈયા કુમારે જણાવ્યું હતું કે આ કેસ બદનક્ષીનો નહીં પરંતુ વૈમાનીનો છે. કેટલાય સમયથી સંસદમાં પૂછવામાં આવતા પ્રશ્નો ના કારણે તેમની સામે બદનક્ષી કરવામાં આવી છે. દેશના દરેક નાગરિકોને પૂછવા માગું છું કે દેશમાં લોકતંત્ર છે. અમને રાહુલ ગાંધી કે કોંગ્રેસની ચિંતા નહીં પરંતુ દેશની ચિંતા છે. લોકતંત્રની ચિંતા છે કે જે પ્રશ્ન પૂછવા માંગે છે. હું માતા સીતાના મૈથિલી શહેરથી આવું છું. જ્યારે રામ રાજ્ય હતું ત્યારે પણ માતા સીતાનેે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર સામે તપાસ કેમ નથી થઈ રહી ?

ભાજપમાં આ પરિવારવાદ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ અદાણી સામે પ્રશ્ન કરવામાં આવે તો ભાજપ શા માટે સામે આવી જાય છે અને વારંવાર કહે છે કે અદાણીને કોંગ્રેસ શાસિત રાજ્યમાં પણ લાભ મળી રહ્યો છે. જો આવું છે તો બંનેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતા પરિવારવાદની વાતો કરતા હોય છે. અમિત શાહના પુત્ર બીસીસીઆઈના સેક્રેટરી છે ? અનુરાગ ઠાકુર કોણ છે ? રાજનાથના પુત્ર પણ રાજકારણમાં છે તો આ પરિવારવાદ નથી ?

આ પણ વાંચો Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર

ચા વેચનાર રેલવે સ્ટેશન વેચી રહ્યો છે : કનૈયા કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ પણ ટીકા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ એક ઈમાનદાર વડાપ્રધાન હોઈ શકે. તેઓએ પોતાના બાયોલોજીકલ પરિવાર માટે કશું નથી કર્યું પરંતુ પોલિટિકલ પરિવાર માટે કર્યું છે. અડાણી સામે શા માટે જેપીસી તપાસ નથી કરતા. સરકાર માત્ર સવાલ કરનાર લોકો સામે જ પગલાં લે છે. અમને ખબર નહોતી કે ગરીબ પરિવારથી આવનાર અને સ્ટેશન પર ચા વેચી ગુજરાન ચલાવનાર વ્યક્તિ સ્ટેશન જ વેચી દેશે. જેમને ચોર કહેવામાં આવ્યાં તે ઓબીસી સમાજના નથી.

સરકાર દ્વેષ રાખી રાજકારણ કરી રહી છે : કનૈયા કુમારે અમિત શાહના સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા દબાણ અંગે પણ નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહએ કીધું હતું કે સીબીઆઈ એ દબાણ કર્યું હતું. તો આ દ્વેષ રાખી રાજનીતિ કરવામાં આવી રહી છે ? લોકોને દેશદ્રોહી કહેવામાં આવે છે તો ગૃહપ્રધાન શા માટે તેમની ઉપર કાર્યવાહી નથી કરતા.

હાર્દિક પટેલ ઉપર પણ નિશાન :કનૈયા કુમારે ગુજરાતમાં આવી હાર્દિક પટેલ ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો સામે ભાજપ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને તેમને ટુકડે ટુકડે ગેંગના સભ્ય કહેવામાં આવ્યાં હતાં. તેમને ભાજપ પોતાની પાર્ટીમાં શામેલ કરે છે અને તેમના તમામ પાપો ખતમ થઈ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાતો કરતા આવ્યા છે તેમ છતાં જો કોઈ કહે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી તો હું જાહેર જીવન છોડી દઈશ.

ABOUT THE AUTHOR

...view details