ગુજરાત

gujarat

Surat News : સોના કરતા પણ મોંઘુ છે પાણી, ક્રિષ્ના રેસીડેન્સીમાં રહિશોને આવ્યું લાખોનું બિલ

By

Published : Jun 27, 2023, 6:34 PM IST

પાણીની કિંમત જાણવી હોય તો રણ ક્ષેત્રમાં જવાની જરૂર નથી. તમે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના રેસીડેન્સીના રહેવાસીઓને એકવાર મળી લેજો. કારણ કે, સુરત મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલા પાણીના બિલના કારણે તેમની આંખો પહોળી થઈ ગઈ છે. આ પાણીના બિલ સામે સોનાનો ભાવ પણ ઓછો હશે.

Surat News : સોના કરતા પણ મોંઘુ છે પાણી, ક્રિષ્ના રેસીડેન્સીમાં રહિશોને આવ્યું લાખોનું બિલ
Surat News : સોના કરતા પણ મોંઘુ છે પાણી, ક્રિષ્ના રેસીડેન્સીમાં રહિશોને આવ્યું લાખોનું બિલ

ક્રિષ્ના રેસીડેન્સીમાં રહિશોને આવ્યું લાખોનું બિલ

સુરત : શહેરના કતારગામ વિસ્તારના રહેવાસીઓને પાણીનો ભાવ સોના કરતા પણ મોંઘો પડી રહ્યો છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સુરતના કતારગામ ક્રિષ્ના રેસીડેન્સીના લોકોને સુરત મહાનગરપાલિકાએ તગડા બિલ મોકલ્યા છે. પાલિકાએ રૂ. 90 હજારથી લઈને રૂ.1.70 લાખ રૂપિયા સુધીના પાણીનાં બિલ મોકલી આપતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોનાકાળ પહેલા આ લોકો રૂ. 3000 માસિક બિલ ભરતા હતા.

સોના કરતા પાણી મોંઘુ :ઉલ્લેખનીય છે કે, નવી એજન્સી નિયુક્ત ન થતા બિલ ડિસ્પેચ કરવાની પ્રક્રિયા ખોરંભે ચડી હતી. પાણી પુરવઠા પેટેના બિલ ડિસ્પેચ કરવા નવી એજન્સીની હજુ નિયુક્ત થઇ નથી. લોકોને સુખાકારી માટે પાલિકા દ્વારા ચોવીસ કલાક પાણી પુરવઠા આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે સુવિધા હવે લોકો માટે માથાનો દુખાવો બનવા જઈ રહ્યો છે. હાલ કતારગામ મોટા વરાછા સહિત અન્ય વિસ્તારોમાં પાણીના બિલ આપવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ પાણીનું બીલ જોઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સમગ્ર કેમ્પસનું 4.50 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. અમારા કેમ્પસમાં પાંચ બિલ્ડીંગ છે. અગાઉ બિલ સરેરાશ રૂ.500 માસિક બિલ આવતું હતું. તે પછી બિલ 0 થઈ ગયું હતું. પરંતુ અચાનક આટલું બધું બિલ આવવાના કારણે અમે ચિંતિત છીએ. સુરતમાં તમામ સ્થળે આ વિરોધ થવો જોઈએ. જો અન્ય સ્થળે વિરોધ જ નથી થઈ રહ્યો તેનો મતલબ અમારા જેટલું બિલ અન્ય સ્થળે આવ્યું નથી. અન્ય જગ્યાએ પણ અમે તપાસ કરી છે. પરંતુ અન્ય સ્થળે હાઇરાઇઝ બિલ્ડીંગ હોવા છતાં પણ આટલું બિલ નથી આવ્યું. તો શા માટે અમારા વિસ્તારમાં આટલું બીલ આવ્યું છે. --- લાલજીભાઈ વિઠાણી (સ્થાનિક)

અગાઉનું બિલ રૂ.3000 : કોરોનાકાળ પહેલા જે પાણીનું બિલ રૂપિયા 3000 માસિક ભરતા હતા. ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાના દ્વારા મોકલેલા પાણીના બિલ સામે સોનાનો ભાવ પણ ઓછો હશે. મસમોટું બિલ આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ક્રિષ્ના રેસીડેન્સીમાં લોકો બિલ જોઈને ભેગા થયા હતા. સુરત મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી તેઓ ભારે નારાજ જણાતા હતા.

  1. Surat News : પીઝા પ્રેમીઓ ચેતી જજો, પિઝા હટ અને લોપીનોઝમાં હલકી કક્ષાની ચીઝનો ઉપયોગ
  2. Vadodara news: વાઘોડિયા રોડ પાસે આવેલ પીઝા રેસ્ટોરન્ટની લિફ્ટ તૂટતા બાળકી સહિત 4 લાકોને ઇજા

ABOUT THE AUTHOR

...view details