ગુજરાત

gujarat

Surat news : સુરતમાં દર્શના જરદોશનો જાગૃતિ માટે પ્રયાસ, બે લાખથી વધુ સેનેટરી પેડનું વિદ્યાર્થીનીઓમાં વિતરણ કર્યું

By

Published : Jul 11, 2023, 6:23 PM IST

સુરતની સરકારી શાળામાં કેન્દ્રીય પ્રધાન વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્યને લઈને કાર્ય કરી રહ્યા છે. દર્શના જરદોશ સરકારી શાળામાં ભણનાર વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી રહ્યા છે. અંદાજે બે લાખથી વધુ સેનેટરી પેડ વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીબ્યુટર કરી તેમને સ્વાસ્થ્ય માટે જાગૃતિ આપી છે.

Surat news : સુરતમાં દર્શના જરદોશનો જાગૃતિ માટે પ્રયાસ, બે લાખથી વધુ સેનેટરી પેડનું વિદ્યાર્થીનીઓમાં વિતરણ કર્યું
Surat news : સુરતમાં દર્શના જરદોશનો જાગૃતિ માટે પ્રયાસ, બે લાખથી વધુ સેનેટરી પેડનું વિદ્યાર્થીનીઓમાં વિતરણ કર્યું

સુરતમાં દર્શના જરદોશનો જાગૃતિ માટે પ્રયાસ

સુરત :શહેરના સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ પોતાના સ્વાસ્થ્ય અને હાઈજીનની કાળજી માસિક ધર્મ દરમિયાન કરી શકે આ માટે ખાસ સુરતની મહિલા સાંસદ અને કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સરકારી શાળામાં ભણનાર વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી રહી છે. સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા સુમન હાઇસ્કુલ બેમાં આજે કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. આજ દિન સુધી તેઓએ પોતાના મતવિસ્તારમાં બે લાખથી પણ વધુ સેનેટરી પેડ સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને ડિસ્ટ્રીબ્યુટર કરી તેમને સ્વાસ્થ્ય માટે જાગૃતિ આપી છે.

સેનેટરી પેડ સહેલાઈથી મળી શકે તેવી વ્યવસ્થા : આજે પણ માસિક દરમિયાન સેનેટરી પેડનો વપરાશ એક ખાસ વર્ગની છોકરીઓ દ્વારા કરવામાં આવતો નથી, જેનું મુખ્ય કારણ આર્થિક અને સામાજિક વિચાર કારણભૂત છે. વિદ્યાર્થીઓને સેનેટરી પેડ અંગે જાગૃતિ આવે તે માટે રેલવે રાજ્ય પ્રધાન દર્શના છેલ્લા ઘણા સમયથી પોતાના મત વિસ્તારમાં આયુષ્માન મંત્રાલયના જન ઔષધી કેન્દ્રની સેનેટરી પેડ ડિસ્ટ્રીબ્યુટર રહી છે. સુરત શહેરના સરકારી શાળામાં ભણનાર વિદ્યાર્થીનીઓને પોતે કેન્દ્રીય રાજ્યપ્રધાન જાગૃતિ માટે સેનેટરી પેડ આપી રહી છે. શાળાની અંદર પણ આ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ સહેલાઈથી મળી શકે આ માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સરકારી શાળામાં ભણનાર વિદ્યાર્થીનીઓ માસિક દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. આ સેનેટરી પેડ તેમના હાઈજીન માટે કેટલો ઉપયોગી હોય છે તે અંગે ડોક્ટરોની ટીમ સાથે તેમને જાણકારી આપવામાં આવે છે. અમે આયુષ્માન મંત્રાલયના જન ઔષધી કેન્દ્ર છે, ત્યાંથી આ સેનેટરી પેડ લાવીને આ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપીએ છીએ. અત્યાર સુધી અમે બે લાખથી પણ વધુ સેનેટરી પેડ મારા પોતાના મતવિસ્તારમાં આપી ચૂક્યા છે. છોકરીઓને માતા સાથે બોલાવવામાં આવે છે અને તેમને જાગૃત કરાય છે. આજે ખાસ સેનેટરી પેટ છે એ પર્યાવરણ લક્ષી છે અને સસ્તાની સાથે બાયો ડીરેગેબ્લ પણ છે. - દર્શના જરદોશ (કેન્દ્રીય પ્રધાન)

સેનેટરી પેડ અંગે જાગૃતિ આપે છે :સરકારી શાળાની અંદર મધ્યમ અને ગરીબ પરિવારથી આવનાર છોકરીઓ ભણવા આવે છે. પરિવારમાં માસિક ધર્મને લઈ સેનેટરી પેડને લઈ જાગૃત નથી. આજ કારણ છે કે, આ તમામ સરકારી શાળાઓમાં કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન પોતે જાય છે અને ત્યાં તેમને સેનેટરી પેડ અંગે જાગૃતિ આપે છે. સાથોસાથ તેમને પેડની કીટ પણ આપવામાં આવે છે. તેનો ઉપયોગ અને કઈ રીતે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને હાઈજિન રાખે છે. આ અંગેની તમામ માહિતી કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન પોતે આપે છે.

  1. Kutch News : હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને નવજીવન મળ્યું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો મદદે
  2. ahmedabad survey: અમદાવાદીઓમાં વધી રહ્યું છે રોગોનું પ્રમાણ, સર્વેમાં ચોંકાવનારા ખુલાસા
  3. વડોદરામાં વોર્ડ સેનેટરી વિભાગ સોલીડ વેસ્ટમાં મર્જ, બંને મહેકમ એક કરવાનો શો હેતુ છે જૂઓ

ABOUT THE AUTHOR

...view details