ETV Bharat / state

Kutch News : હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને નવજીવન મળ્યું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો મદદે

author img

By

Published : Jun 27, 2023, 5:35 PM IST

કચ્છના નખત્રાણા તાલુકાના આનંદનગર વિસ્તારમાં રહેતા મીતેશ વ્યાસના પુત્ર પરમને હૃદયમાં બે કાણા હોવાથી જન્મજાત બિમારીમાં ડિવાઇસ ક્લોઝર જેવી અદ્યતન ટેકનોલોજીની સારવાર થકી નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ બાળકની હૃદયરોગની સારવાર કરવામાં આવી હતી.

Kutch News : હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને નવજીવન મળ્યું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો મદદે
Kutch News : હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને નવજીવન મળ્યું, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો મદદે

કચ્છ : કચ્છના નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં 19 માર્ચ, 2022ના રોજ લોઅર સેગમેન્ટ સિઝેરિયન પદ્ધતિથી પરમનો જન્મ થયો હતો. જન્મ સમયે પરમનું વજન 3.5 કિલો હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઇલ ટીમની આંગણવાડીની મુલાકાત અને આરોગ્ય તપાસણી દરમિયાન બાળક પરમને જન્મ પછી કોઈ અન્ય તકલીફ જણાઈ નહોતી. જોકે પરમનું વજન વધતું ન હતું તે એક બાબત તબીબોના ધ્યાનમાં આવી હતી.

લોહીના રિપોર્ટ્સ સામાન્ય પરમનું 6 મહિના સુધી 6.5 કિલો વજન હતું. છેલ્લા એક વર્ષમાં નજીવું વજન વધીને 7 કિલો થયું હતું. આથી સ્વાસ્થ્યની સઘન તપાસરૂપે લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જોકે, આ લોહીના રિપોર્ટ્સ પણ સામાન્ય આવ્યા હતાં.

સારવાર માટેના 3 લાખ રૂપિયા તેઓ ખર્ચી શકે તેમ ન હતાં. પરંતુ 3 લાખની સારવારની સરકારી યોજનાના લીધે આજે મારા બાળકની સારવાર થઈ જતાં તે સ્વસ્થ છે. માટે સરકાર,આર.બી.એસ.કે ટીમ, યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદના તબીબોનો આભાર માનું છું... મીતેશ વ્યાસ(પરમના પિતા)

સાધારણ સ્થિતિનો પરિવાર : પરમની વધારે તબીબી નિરીક્ષણ માટે બાળરોગ નિષ્ણાત પાસે લઈ જઈ ટુ ડી ઇકો કરાવતાં પરમના હૃદયમાં જન્મજાત બે કાણા હોવાનું સામે આવ્યું હતું. પરમના માતા-પિતા માટે આ સમાચાર આઘાતજનક હતા. પરમના પિતા મિતેશભાઇ એક ખાનગી કંપનીમાં કામ કરે છે તેથી પરમની સારવાર કેવી રીતે કરાવવી તેની ચિંતા કરી રહ્યા હતા.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક સારવાર : એવા સમયે આર.બી.એસ.કેના ડૉ.અજય ત્રિવેદી અને ડૉ.કશ્યપ ડોડિયાએ ટીમ સાથે પરમના ઘરની ફરીથી મુલાકાત લીધી અને તેના પરિવારજનોને પરમના હૃદયમાં જન્મજાત ખામી વિશે વિગતવાર માહિતગાર કર્યા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી સવલત પણ સરકાર તરફથી નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે તેવી હિંમત પણ આપવામાં આવી હતી.

ટેક્નોલોજીથી સારવાર કરવામાં આવી : આર.બી.એસ.કે. ટીમ દ્વારા ભુજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા મારફતે પરમની સારવાર હૃદય રોગની અદ્યતન સેવા પૂરી પાડતી યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં કરાવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ મંજૂરી મળતાં જ યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક ડિવાઇસ ક્લોઝર ટેક્નોલોજીથી પરમના હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી. જે પરમ અને તેના પરિવારજનો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ છે.

  1. રાજ્યમાં 0 થી 18 વર્ષના બાળકોના હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે, યુવા ભારતમાં મજબુત પેઢીનું નિર્માણ થશે :ઋષિકેશ પટેલ
  2. મહીસાગરમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 85 ટકા કામગીરી પૂર્ણ
  3. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકીની જન્મજાત બોલવાની અને સાંભળવાની ખામી દુર કરાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.