ગુજરાત

gujarat

Surat Crime : કામરેજના હલધરુ ગામે રીલ્સના શોખીન યુવાને અચાનક આત્મહત્યા કરી

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 2:50 PM IST

Updated : Jan 16, 2024, 3:16 PM IST

સુરતમાં એક યુવાને અચાનક આત્મહત્યા કરી લીધી હતી. હલધરુમાં રહેતાં 19 વર્ષના વિવેક પાંડેએ ઉતરાયણના દિવસે સાંજના સમયે પોતાના ઘરમાં અચાનક આત્મહત્યા કરી લીધી હતી. તેના માતાપિતા વતન ગયાં હતાં અને ભાઇ પતંગ ઉડાવવા બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.

Surat Crime : કામરેજના હલધરુ ગામે રીલ્સના શોખીન યુવાને અચાનક આત્મહત્યા કરી
Surat Crime : કામરેજના હલધરુ ગામે રીલ્સના શોખીન યુવાને અચાનક આત્મહત્યા કરી

અચાનક આત્મહત્યા કરી લીધી

સુરત : મૂળ યુપીના વતની અને હાલ કામરેજના હલધરૂ એક યુવાને અચાનક આત્મહત્યા કરી લીધાંનો બનાવ સામે આવ્યો હતો. ગ્રીનપાર્ક સોસાયટી ઘર નંબર 54 માં 19 વર્ષીય ભાઈ વિવેક ઉર્ફે કનૈયાલાલ પાંડે સાથે રહી 20 વર્ષીય રમેશ ઉર્ફે ગૌરીશંકર પાંડે ડ્રાઇવિંગની નોકરી કરે છે. જ્યારે નાનો ભાઈ વિવેક ઉર્ફે કનૈયાલાલ પાંડે સુરત મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાનમા કામ કરતો હતો.

માતાપિતા વતન ગયાં હતાં : વિવેક તામસી અને ઉગ્ર સ્વભાવનો હોય વારંવાર ગુસ્સે થઈ જતો હતો. 20 વર્ષીય રમેશ પાંડેના લગ્નની તૈયારી રૂપે તેમના માતાપિતા વતન ખાતે ઘરના સમારકામ માટે ગયા હતા. જેથી હાલ બંને ભાઈઓ હલધરૂ ખાતે એકલા રહેતા હતા. રવિવારે ઉતરાયણના દિવસે સવારના આંઠ વાગ્યા આસપાસ વિવેક તેના મિત્રો સાથે નીલકંઠ સ્કૂલ નીચે આવેલી દુકાને નાસ્તો કરતો હતો. ત્યારે વિવેકે તેના ભાઈ રમેશ પાસે પૈસા માંગતા તેને આપ્યા હતા. વિવેક નાસ્તો કર્યા બાદ સોસાયટીના ગાર્ડનમાં બેઠેલો હતો. જ્યારે રમેશ મિત્રો સાથે અગાસી પર પતંગ ચગાવવા નીકળી ગયો હતો. સાંજના છ વાગ્યા આસપાસ ઉતરેલા મોઢે વિવેક તેના ભાઈ રમેશ પાસે ઘરની ચાવી લઈ સીધો પોતાના ઘરે આવી ગયો હતો.

અચાનક આત્મહત્યા કરી લીધી : બાદમાં પંદરેક મિનિટ પછી વિવેકે પોતાના આત્મહત્યા કરી લીધાનો ફોન આવતા રમેશે ઘરે જઈને જોતા વિવેક આત્મહત્યા કરી હતી. વિવેકને નીચે ઉતારી સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. કામરેજ પોલીસે મૃતકની લાશનો કબ્જો મેળવી કામરેજ આરોગ્ય મથકે લઈ જઈ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઈ રમેશ ઉર્ફે કિશન પાંડેએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મૃતદેહનો કબજો લીધો : કામરેજ પોલીસ મથકના જમાદાર ઝવેરભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ કબજો લીધો હતો. હાલ આગળની કાર્યવાહી હાથધરી ધરવામાં આવી છે.

  1. Surat Crime : નવા વર્ષે નવી નોકરીની જોઇનિંગ માટે ઉત્સુક બેંક મેનેજરે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ મળી
  2. રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝના 3 કર્માચારીઓએ શા માટે કરી લીધી આત્મહત્યા ? જાણો કારણ
Last Updated : Jan 16, 2024, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details