ગુજરાત

gujarat

Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ

By

Published : Jul 7, 2023, 8:55 PM IST

બારડોલી તાલુકાના એક ગામમાં બે સંતાનોની માતા પર ઓળખીતા યુવકે દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ મહિલાના બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું.

Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ
Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ

ધમકી આપી દુષ્કર્મનો કિસ્સો

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી બે સંતાનની માતા સાથે તેના દૂરના સંબંધી યુવકે બળાત્કાર કરતાં બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બીભત્સ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતાં અંતે મહિલાએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હતી.

પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપીની અટક કરી લીધી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે...એચ. એલ. રાઠોડ (DySP, બારડોલી)

વોટ્સએપ પર મિત્રતા થઈ : બારડોલીના એક ગામમાં રહેતી બે સંતાનોની માતાને તેના સમાજના જ અને દૂરના સંબંધી યુવક સાથે વોટ્સએપ પર મિત્રતા થઈ હતી. બંને વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ પર વાતચીત કરતાં હતા. આ દરમ્યાન યુવકે મહિલાના બીભત્સ ફોટોના સ્ક્રીન શોટ અને સ્ક્રીન વિડીયો લઈ લીધા હતા. ત્યારબાદ તેઓ વૈષ્ણવદેવી પ્રવાસે ફરવા માટે ગયા હતાં ત્યારે ત્યાં પણ કોઈને બતાવવા નહીં એવી શરત સાથે બંનેએ અંગત પળોના ફોટો પાડ્યાં હતાં.

ફોટો ડિલીટ કરવા બોલાવી દુષ્કર્મ કર્યું : યુવકે આ અંગત પળોના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે માગ કરી હતી. તેણીએ શરીર સંબંધ બાંધવાની ના કહેતા પતિના ફોનમાં ફોટો અને વિડીયો મોકલી દીધા હતા. ત્યારબાદ તેણીને મઢી બોલાવી હતી જ્યાં રૂબરૂમાં જ ફોટો ડિલીટ કરવાની ખાતરી આપી હતી. મઢીમાં યુવકે તેના ઘરમાં જ મહિલા સાથે બળજબરીથી બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ફોટો ડિલીટ કર્યા ન હતાં.

વારંવાર હેરાન કરતો હતો : યુવક વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે બોલાવતો હતો. પરંતુ મહિલા જતી ન હતી. તેનાથી કંટાળી જઈ 2-11-22ના રોજ તેણીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. આથી યુવકે બંનેના બીભત્સ ફોટો મહિલાના પતિ અને તેના પરિવારજનોને મોકલ્યા હતાં. સામાજિક રાહે સમજાવટ બાદ તેણે ફોટો વાઇરલ ન કરવાની બાહેંધરી આપી હતી.

બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂક્યા ફોટો : દરમ્યાન એક મહિના પહેલા અન્ય નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં યુવકે તેના અને મહિલાના ફોટો મૂક્યા હતા અને બીભત્સ ફોટો પણ વાઇરલ કર્યા હતા. આથી મહિલાએ બારડોલી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

  1. Kheda Crime: દારૂના નશામાં ભાઈએ એવું માંગી લીધુ કે, ગુસ્સે ભરાયેલી બહેને ઢીમ ઢાળી દીધુ
  2. Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો
  3. Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા

ABOUT THE AUTHOR

...view details