ગુજરાત

gujarat

Surat Crime : નવા વર્ષે નવી નોકરીની જોઇનિંગ માટે ઉત્સુક બેંક મેનેજરે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ મળી

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 5:51 PM IST

સુરતના સરથાણામાં બેંક મેનેજર યુવકે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. નવા વર્ષે નવી નોકરીની શરુઆત કરવાના ઉત્સાહી યુવકે એકાએક આવું પગલું ભરતાં પરિવારના શોકનો પાર નથી. તેણે શા માટે આ પગલું ભર્યું તેની વિગતો તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં સામે આવી છે.

Surat Crime : નવા વર્ષે નવી નોકરીની જોઇનિંગ માટે ઉત્સુક બેંક મેનેજરે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ મળી
Surat Crime : નવા વર્ષે નવી નોકરીની જોઇનિંગ માટે ઉત્સુક બેંક મેનેજરે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ મળી

સ્યૂસાઇડ નોટમાં કુકરી ગેંગનું નામ

સુરત : નવા વર્ષે નવી નોકરીમાં જોઇનિંગ કરી નવી શરૂઆત માટે ઉત્સુક બેંક મેનેજરે એકાએક આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજરે જીવન ટૂંક આવી લીધું છે. સ્યૂસાઇડ પહેલા બેન્ક મેનેજરે સ્યૂસાઇડ નોટ પણ લખી છે જેમાં સુરત શહેરના કુખ્યાત કુકરી ગેંગના આરોપીઓનું નામ પણ છે. બેંક મેનેજરે વધુમાં જણાવ્યું છે કે આ આરોપીઓ જુગારમાં હારી ગયેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતાં.

કુકરી ગેંગનો ઉલ્લેખ : સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા 32 વર્ષીય અતુલ ભાલાળા બેંક મેનેજર તરીકે નોકરી કરતા હતાં. 1 જાન્યુઆરીના રોજ અતુલ નવી બેંકમાં મેનેજર તરીકે જોઇનિંગ પણ કરવાનો હતો. જેને લઈ તે ખૂબ જ ઉત્સાહિત પણ હતો. પરંતુ નવા વર્ષમાં જોઈનિંગના પાંચ દિવસ પહેલા જ અતુલે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા અતુલે બે પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. આ સુસાઇડ નોટમાં અતુલે સુરત શહેરના કુખ્યાત ગણાતા કુકરી ગેંગના સભ્યોનું નામ લખ્યું છે. સ્યૂસાઇડ નોટમાં તેણે રજની ગોયાણી, જીંગો કુંડલા અને રોનક પરીના શખ્સોનું નામ લખ્યું છે.

હોસ્પિટલમાં આરોપીઓ આવ્યા હતાં :અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બેંક મેનેજર અતુલ ભાલાળાએ જીવન ટૂંકાવવાનું પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે આ ત્રણેય આરોપીઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતાં. જ્યારે અતુલની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આ ત્રણેય આરોપીઓ તે સમયે હોસ્પિટલમાં હાજર પણ હતાં. અતુલે બે પાનાની સ્યૂસાઇડ નોટમાં આરોપીઓના નામ સાથે આરોપીઓને સજા થાય આ માટે રિક્વેસ્ટ કરી છે અને ફેમિલી તેમજ મિત્રોને આઇ લવ યુ પણ લખ્યું હતું.

ત્રણ લોકો સામે ફરિયાદ: આ સમગ્ર મામલે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે,યુવક બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નીપજ્યું છે આ ઘટનાની તપાસ કરતા પોલીસને સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું છે કે જુગારમાં તે હારી ગયો હતો. જેની ઉઘરાની આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. આ ઉઘરાણીથી કંટાળીને બેંક મેનેજર અતુલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્યૂસાઇડ નોટના આધારે હાલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ સ્યૂસાઇડ નોટને પણ એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે.

  1. ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરતા સાસરીયાએ વિરોધ કર્યો તો પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  2. રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝના 3 કર્માચારીઓએ શા માટે કરી લીધી આત્મહત્યા ? જાણો કારણ

ABOUT THE AUTHOR

...view details